ભરૂચમાં ફરસરામી દરજી પંચ દ્વારા પાલખીયાત્રા યોજાઇ

Bharuch - ભરૂચમાં ફરસરામી દરજી પંચ દ્વારા પાલખીયાત્રા યોજાઇ

DivyaBhaskar News Network

Sep 10, 2018, 02:05 AM IST
ફરસરામી દરજી સમાજ ભરૂચ દવારા પરંપરાગત રીતે પાવન શ્રાવણ માસ નિમિત્તે પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. અતિ પૌરાણીક અને સ્વયંભૂ શિવલિંગ ધરાવતા નીલકંઠ મહાદેવ મંદિરે પાવન શ્રાવણ માસમાં અમાસના આગલા દિવસે 24 કલાકનું ભજન અને પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ફરસરામી દરજી પંચ દ્વારા અમાસના પૂર્વ દિને પંચના પૂર્વ પ્રમુખ બાબુ કોન્ટ્રાક્ટરના કંસારવાડ સ્થિત ઘર પાસેથી પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. ડી.જે. ના સથવારે તેમજ ભજનો અને સમાજના ભક્તોએ ગરબાની રમઝટ જમાવી હતી. શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળેલી પાલખીયાત્રા નિલકંઠ મહાદેવ મંદિરે પહોંચી હતી. જ્યાં એકલીંગજી મહાદેવના ટ્રસ્ટી પંકજ પંડ્યા દ્વારા વિશેષ આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો સહિત પરિવારજનો અને શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલા પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રાવણી અમાસનો મેળો ભરાયો હતો. મેળાની સાથે પવિત્ર શ્રાવણ માસનું સમાપન થયું હતું. તસવીર-રાજેશ પેઇન્ટર

X
Bharuch - ભરૂચમાં ફરસરામી દરજી પંચ દ્વારા પાલખીયાત્રા યોજાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી