Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - ભરૂચમાં ઉછીના 10 રૂપિયા નહીં આપનાર યુવાન પર ચપ્પુથી હુમલો

ભરૂચમાં ઉછીના 10 રૂપિયા નહીં આપનાર યુવાન પર ચપ્પુથી હુમલો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:05 AM

Bharuch News - ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો શખ્સની યુવાનને જાનથી મારી નાંખવાની ધમકી

  • Bharuch - ભરૂચમાં ઉછીના 10 રૂપિયા નહીં આપનાર યુવાન પર ચપ્પુથી હુમલો
    ભરૂચની વસંત મીલની ચાલ વિસ્તારમાં રહેતા યુવાન પાસે બાજુમાં રહેનાર શખ્સે ઉછીના 10 રૂપિયા માગતા ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

    ભરૂચના વસંત મીલની ચાલમાં રહેતા જગદીશ ઉર્ફે પપ્પુ હમીર સિંગલનાઓ કોન્વેન્ટ સ્કૂલ પાસે પીપર, બિસ્કિટ વેચી ધંધો કરતો હોય તેની બાજુમાં રહેતા લક્ષ્મણ ઉર્ફે લખું આનંદએ તેની પાસે આવી 10 રૂપિયા ઉછીના માંગ્યા હતા. જગદીશે તેને રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા લક્ષ્મણે તેની પાસેના ચપ્પુ વડે હુમલો કરી જગદિશ પર ઘા કરી દેતાં તેને ગંભીર ઇજાઅ થઇ હતી. ઇજાગ્રસ્તને પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ પટેલ વેલ્ફર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની જાણ બી ડિવિઝન પોલીસ મથકે કરાતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ