તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Bharuch મહિલાઅોની મશ્કરી કરતાં ટોકતાં યુવાનનો વૃદ્ધ પર હુમલો

મહિલાઅોની મશ્કરી કરતાં ટોકતાં યુવાનનો વૃદ્ધ પર હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના કોઠી મહોલ્લામાં રહેતો અેક યુવાન ઘર પાસે ચડ્ડામાં ફરતો હોવાઇ અને મહિલાઅોની મશ્કરી કરતો હોવાની શંકાઅે અેક વૃદ્ધે તેને ટકોર કરી હતી. જેના પગલે ઉશ્કેરાયેલાં યુવાને અાવેશમાં અાવી જઇ વૃદ્ધ પર તલવારથી ઘા કરી ઇજાઅો પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના કોઠી મહોલ્લામાં રહેતાં 65 વર્ષીય મીયા મહંમદ હૂસેન શેખ તેમના ઘરેથી મસ્જિદે નમાજ પઢવા જઇ રહ્યાં હતાં. તે વેળાં તેમના ઘરની સામે રહેતો અજય રવિશંકર જાદવ

...અનુસંધાન પાના નં.2

મહોલ્લામાં ચડ્ડો પહેરીને ફરતો હોઇ તેમજ અાવતા જતા મહિલાઅોને ખરાબ નજરે જોતો હોઇ અને મશ્કરીઅો કરતો હોઇ તેમણે તેને ટોક્યો હતો. જેના પગલે અજયે ઉશ્કેરાઇ જઇ તેમની સાથે ઉદ્ધતાઇ પુર્વક વર્તન કરતાં મામલો ગરમાતાં તેણે ઘરમાંથી તલવાર લઇ અાવી ઘર કરવા જતાં મીયામહંમદ હુસેનના હાથમાં ઇજાઅો થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...