એક દિવસના પ્રવાસમાં વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી

બિલ્ડર પરિવારનો નવતર અભિગમ ભરૂચમાં 125 ગરીબ બાળકોને 25 વૈભવી કારમાં પ્રવાસ કરાવ્યો

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:05 AM
Bharuch - એક દિવસના પ્રવાસમાં વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી
અનાથ આશ્રમ અને જુવેનાઇલ હોમમાં રહેતા બાળકો માટે વૈભવી કારમાં સવારી કરવી એક સ્વપ્ન હોય છે ત્યારે ભરૂચના સીટી સેન્ટરના ડીરેકટર હેમા મજમુદારએ તેમના આ સ્વપ્નને હકીકતમાં બદલ્યું છે.

ભરૂચના સ્ટેશન રોડ ખાતે નવ નિર્માણ પામનાર નર્મદા બસ પોર્ટ અને કોમર્શીયલ હબ-સીટી સેન્ટરના ડાયરેક્ટર હેમા કિરણ મજમુદાર દ્વારા આર્થીક રીતે અક્ષમ, સ્વૈચ્છિક સંસ્થાઓ, આશ્રમ શાળાઓ, અનાથ આશ્રમ વગરે જગ્યાએ રહેતા બાળકો માટે જોય રાઇડસનું આયોજન કર્યું હતું.

ઓડી, બી.એમ.ડબલ્યુ, મર્સિડિસ બેન્ઝ સહિતની વૈભવી કારમાં ગરીબ બાળકોને ફરવા માટે લઇ જવાયાં હતાં.

વૈભવી કારમાં પ્રવાસની સાથે સાથે બાળકો માટે એક દિવસીય પિકનીકનું પણ આયોજન કરાયું જેમાં બાળકોને હોર્સ રાઇડીંગ, ડાંસ, સ્વિમિંગ સાથે વિવિધ રમતો રમાડવાની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. વૈભવી કારમાં સવાર થયેલા બાળકો તેમની ખુશીને રોકી શકયા ન હતાં.

ભરૂચમાં વૈભવી કારમાં ગરીબ અને અનાથ બાળકોને સફર કરાવવાનો કાર્યક્રમ યોજ્યો હતો.

X
Bharuch - એક દિવસના પ્રવાસમાં વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App