• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Bharuch
  • Bharuch - ભરૂચની શ્રી પ્લાઝા હોટલમાં સુરતના યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

ભરૂચની શ્રી પ્લાઝા હોટલમાં સુરતના યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

યુવાન પાસેથી સુરતની એમટીબી કોલેજનું કાર્ડ મળ્યું ત્રણ દિવસથી યુવાન રૂમમાંથી નિકળ્યો ન હતો

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 02:05 AM
Bharuch - ભરૂચની શ્રી પ્લાઝા હોટલમાં સુરતના યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
ભરૂચના કસક વિસ્તારમાં આવેલી શ્રી પ્લાઝા હોટલમાં ગત 7મી સપ્ટેમ્બરથી રોકાયેલાં સૂરતના યુવાને આજે રૂમમાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી હતી. યુવાન પાસેથી સૂરતની એમટીબી આર્ટસ કોલેજનું કાર્ડ મળી આવ્યું હતું.

ઘટના અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર, સૂરતના બમરોલી ખાત ગોવાલક રોડ પર આવેલાં ઉમિયાનગર સોસાયટીમાં રહેતો અંકિત રામકરણ સિંઘ ગત 7મી સપ્ટેમ્બરે સાંજના સમયે ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલી શ્રી પ્લાઝા હોટલમાં ગયો હતો. જ્યાં તેણે પોતાની ઓળખ સ્પોર્ટસ ટીચર તરીકે આપી તેના ઓળખ કાર્ડ બતાવી રૂમ ભાડે રાખ્યો હતો. જે બાદ તે તેના રૂમમાં ગયાં બાદથી પરત બહાર નિકળ્યો જ ન હતો. તે તેનું જમવાનું પણ રૂમમાં જ મંગાવતો હતો. અને અડધો દરવાજો ખોલીને તે જમાવાનો સામાન લેતો હતો. દરમિયાન આજે સવારે 11.30 કલાકના અરસામાં તેણે તેના ઇન્ટરકોલથી ફોન કરીને રિશેપ્સન પર જણાવ્યું હતું કે, તે આજે રૂમ ખાલી કરીને જવાનો હોઇ તેને બપોરે 2 કલાકના અરસામાં ઉઠાડવામાં આવે. જેના પગલે હોટલના કર્મીઓએ તેને ઉઠાડવા ઘણીવાર સૂધી રૂમ ખખડાવતાં તેણે રૂમ ખોલ્યો ન હતો. જેના પગલે તેમણે આખરે માસ્ટર ચાવીથી રૂમ ખોલી અંદર પ્રવેશી જોતાં અંકિત પંખા સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં જણાયો હતો. હોટલ સંચાલકોએ તુરંત ભરૂચ સી ડિવિઝન પોલીસને જાણ કરતાં પીએસઆઇ પી. વી. પાટીલ

...અનુસંધાન પાના નં.2

સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેના પરિવારજનોને જાણ કરતાં તેઓ ભરૂચ આવવા માટે રવાના થયો હતો.

ચક્કર આવીને ટેબલ સાથે અથડાયો હતો

સૂરતનો અંકિત સિંઘ તેના રૂમમાં એકલો જ હતો. અને તે તેના રૂમમાંથી બહાર નિકળતો ન હતો. આજે તેના આપઘાતની ઘટના બાદ તેના રૂમમાં તપાસ કરતાં રૂમમાં લોહીના ડાઘા જોવા મળ્યાં હતાં. અંકિતને ચક્કર આવતાં તે પડી જતાં ટેબલ સાથે ભટકાવાથી ઘવાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે.

આપઘાતનું કારણ જાણી શકાયું નથી

ઘટના સ્થળેથી હાલમાં કોઇ એવી વસ્તુ મળી નથી કે જેથી તેના આપઘાતનું રહસ્ય માલુમ પડી શકે. તેના પરિવારને જાણ કરાઇ છે. તેઓ ભરૂચ આવવા રવાના થઇ ગયાં છે. તેઓની પુછપરછમાં અંકિતે કયાં કારણોસર આંત્યેતિક પગલું ભર્યું હશે તેની માહિતી મળી શકે છે. પી. વી. પાટીલ, પીએસઆઇ, સી ડિવિઝન.

ભરૂચની હોટલમાં સૂરતના અેક યુવાને રહસ્યમય સંજોગોમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. - રાજેશ પેઇન્ટર

X
Bharuch - ભરૂચની શ્રી પ્લાઝા હોટલમાં સુરતના યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App