તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Bharuch દહેજની ઇનીઓસ કંપની કર્મચારીઓને પરત નહીં લે તો તાળાબંધી કરાશે

દહેજની ઇનીઓસ કંપની કર્મચારીઓને પરત નહીં લે તો તાળાબંધી કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેજ જીઆઇડીસીની ઇનીઓસ સ્ટાયરોલ્યુશન કંપનીએ 20 વર્ષથી ફરજ બજાવતાં છ કર્મચારીઓને છુટા કરી દેતાં વિવાદ ઉભો થયો છે. કર્મચારીઓને ફરજ પર પાછા લેવાની માંગ સાથે ધારાસભ્યો મેદાનમાં આવ્યાં છે ત્યારે આજે સોમવારે કલેકટરની મધ્યસ્થીમાં કંપની સત્તાવાળાઓ સાથે બેઠક યોજાશે. બીજી તરફ કંપનીમાં શિંલોગના યુવાનોની એપ્રેન્ટીસ તરીકે ભરતી કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચ જિલ્લાની કંપનીઓને 85 ટકા સ્થાનિક લોકોને નોકરીએ રાખવા સુચના આપી હોવા છતાં દહેજની ઇનીઓસ સ્ટાયરોલ્યુશન કંપનીએ છ અધિકારીકક્ષાના કર્મચારીઓને છુટા કરી દીધાં છે. કંપનીમાં છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવતાં કર્મચારીઓને પરત લેવાની માંગ સાથે ભાજપના ધારાસભ્યો દુષ્યંત પટેલ અને અરૂણસિંહ રણા મેદાનમાં આવ્યાં છે. કર્મચારીઓને કંપનીમાં પરત લેવાની માંગ અંગે આજે સોમવારના રોજ કલેકટરની મધ્યસ્થીમાં બેઠક યોજાશે. બીજી તરફ ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ સ્થાનિક યુવાનોને એપ્રેન્ટીસમાં રાખવાના હોય છે પણ ઇનીઓસ કંપનીના સંચાલકોએ છેક શીલોંગથી યુવાનોને બોલાવ્યાં છે. જો કંપની છુટા કરાયેલા કર્મચારીઓને પરત નહિ લે તો સોમવારથી કંપનીને તાળાબંધી કરી દેવામાં આવશે.

દહેજની કંપનીઓને યુવા સેના ગુજરાતે પણ ચીમકી આપીઉત્તર ગુજરાત અને અમદાવાદમાં પરપ્રાંતિય અને ગુજરાતીઓ વચ્ચે વિવાદ ચાલી રહયો છે ત્યારે યુવા સેના ગુજરાત નામની સંસ્થાએ પણ દહેજની કંપનીઓને ચીમકી આપી છે. કંપનીઓમાંથી પરપ્રાંતિયોને હાંકી કાઢી તેમના સ્થાને ગુજરાતીઓને નોકરીએ રાખવા માંગ કરાઇ છે. ભરૂચના લાયન્સ હોલ ખાતે સંસ્થાની મળેલી બેઠકમાં લખન ભરવાડ સહિતના આગેવાનો હાજર રહયાં હતાં. લખન ભરવાડે જણાવ્યું હતું કે, કંપનીઓમાં 85 ટકા સ્થાનિકોને રોજગારી મળવી જોઇએ. દહેજની કંપનીઓમાંથી પહેલા પણ કામદારોને છુટા કરાયા છે ત્યારે ધારાસભ્ય દુષ્યંત પટેલ કેમ આગળ આવ્યાં ન હતાં. છ કર્મચારીઓ માટે આંદોલન ચલાવી રહયાં છે તે સમજાતું નથી. જયારે અન્ય આગેવાન અરૂણસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, દહેજના લોકલ લોકોને જાગૃત અને એકત્રિત કરીને આવી કંપનીઓ સામે ગાંધીચીધ્યા માર્ગે આંદોલનન કરવામાં આવશે અને કંપનીના એચ.આર ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ અધિકારો જે 99 ટકા યુપી, બિહારના છે.તેમને પણ ચિમકી આપે છે કે સુધરી જાવ નહીં તો ગુજરાતીઓથી બુરા કોઈ નહીં અમે જેટલા તમને સ્વીકારેલા છે.એટલીજ નફરત કરવા મજબુર ના કરશો.

અન્ય સમાચારો પણ છે...