• Gujarati News
  • નર્મદા ચોકડી નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં એક શખ્સનું મોત

નર્મદા ચોકડી નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં એક શખ્સનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતથીપંચમહાલ ઇકો કારમાં જઇ રહેલાં પરિવારને ભરૂચની નર્મદા ચોકડી પાસે અન્ય કાર સાથે નડેલાં અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે બેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય બે વ્યક્તિઓ સામાન્ય રીતે ઘવાયાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવલાં ઉજાપુર ખાતે રહેતાં કરસન હિરા પરમાર, લખી કરસન પરમાર, જિતેન્દ્ર કરસન પરમાર, પ્રતિ જિતેન્દ્ર પરમાર તેમજ સંજય નાથા મકવાણા કોઇ કામ અર્થે સુરત ગયાં હતાં. સુરતનું તેમનું કામ પુર્ણ થયા બાદ તેઓ પોતાની ઇકો કારમાં સુરતથી ગોધરા જઇ રહ્યાં હતાં. તે વેળાં રાત્રીના 2.30 કલાકના અરસામાં તેઓ નર્મદા ચોકડી પાસેથી પસાર થઇ રહ્યાં હતાં. તે સમયે અન્ય એક કાર સાથે તેમની કારનો અકસ્માત થતાં તેમની કાર પલટી ગઇ હતી. અકસ્માતમાં ઇકો કારમાં બેસેલા પૈકી જિતેન્દ્ર, કરસન તેમજ લખીબેનને ગંભીર ઇજાઓ થઇ હતી. અન્યને નાની મોટી ઇજાઓ થઇ હતી. બનાવ સંદર્ભે 108ને જાણ કરતાં આવતાં 108ની ટીમે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ જિતેન્દ્રનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.