• Gujarati News
  • રાજમાર્ગો પર રાહદારીઓ માટે ઝીબ્રા ક્રોસિંગ નથી

રાજમાર્ગો પર રાહદારીઓ માટે ઝીબ્રા ક્રોસિંગ નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉદ્યોગજગત માટે હમેંશા આકર્ષણનું કેન્દ્ર બનેલા ભરૂચ જિલ્લામાં 7થી વધુ મોટા ઔદ્યોગિક હબ સાથે દેશના કેમિકલ ક્લસ્ટર સાથે પેટ્રોકેમિકલ હબ અને ગોલ્ડન કોરીડોર પર આવેલા જિલ્લાએ દેશ અને દુનિયામાં ભલે વિકાસની એક નવી કેડી કંડારી હોય પરંતુ આજે પણ જિલ્લામાં એક પણ માર્ગ પર રાહદારીઓને પસાર થવા માટે ઝીબ્રા ક્રોસિંગ નથી .

કોઈ પણ શહેર કે સિટી વિસ્તાર હોય ત્યાં રાહદારીઓને રસ્તો ઓળંગવા માટે માર્ગ ઝીબ્રા ક્રોસિંગ હોવું જરૂરી છે. કોઈપણ માર્ગ હોય રોડ ક્રોસ કરતા રાહદારીએ માટે એકપણ ઝીબ્રા ક્રોસિંગ નથી. એક તરફ શહેરી વિસ્તારોમાં માર્ગો સાંકળા બનતા વાહનોનું ભારણ વધવાની સાથે આયે દિન ટ્રાફિક સમસ્યા સામે લોકો ઝઝૂમી રહ્યા છે ત્યાં માર્ગ ક્રોસ કરતા રાહદારીઓને કોઈ પ્રાધાન્ય નહિ આપી એક પણ ઝીબ્રા ક્રોસિંગ નથી, વાસ્તવિકતા છે.

જિલ્લાની વસ્તી તાલુકા વાર

તાલુકોકુલવસ્તી ગ્રામ્ય વિસ્તાર અર્બન વિસ્તાર

જંબુસર1,97,0381,53,649 43,344

આમોદ93,81978,582 15,237

વાગરા1,00,0441,00,044 -

ભરૂચ4,52,5171,85,056 2,67,461

ઝઘડિયા1,85,3371,85,337 -

અંકલેશ્વર3,15,5961,23,204 1,92,392

હાંસોટ61,26855,832 5,436

વાલિયા1,45,40014,4311 1,089

કુલ15,51,01910,02,660 5,24,959

ઝીબ્રા ક્રોસિંગ બનાવવા માટે BTET દ્વારા વિચારણા કરાઇ રહી છે

^જિલ્લામાંટ્રાફિકનું ભારણ હળવું કરવામાં ઝીબ્રા ક્રોસિંગ ચાવીરૂપ બની શકે એમ છે. જે માટે જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ બી.ટી ઈ.ટી ઝીબ્રા ક્રોસિંગ બનાવામાં આવે તે માટે વિચારણા કરી સર્વે કરાઈ રહ્યો છે. જેથી રાહદારીઓમાર્ગ સલામત રીતે ક્રોસ કરી શકે . > અનીશપરીખ, પ્રમુખ,બી.ટી ઈ.ટી

જિલ્લામાં વાહનોની સંખ્યા

{ફોરવ્હીલ 56,425

{થ્રીવ્હીલ 2,730

{મોટરસાયકલ 2,86,944

{મોપેડ77,116

{ઓટો(PSV) 24,073

{જીપ7,962

{કુલ515066

અંકલેશ્વર અને ભરૂચમાં ક્યા ઝીબ્રા ક્રોસિંગ નથી

અર્બન સિટી કરતા નોટીફાઈડ વિસ્તારમાં વધુ સુવિધા

અંકલેશ્વર અનેભરૂચને અર્બન ઓથોરિટી અંતર્ગત જ્યાં ટ્વીન્સ સિટી તરીકે વિકસાવાની વાતો કરવામાં આવે છે ત્યાં ખરેખર બને શહેરોમાં શહેરની મૂળભૂત માળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળે છે ત્યારે રૂ અંકલેશ્વર નોટીફાઈડ વિસ્તાર એવા જી.આઈ.ડી.સી.રહેણાંક વિસ્તારમાં ફૂટપાથથી માંડી તમામ સુવિધાઓનું સુચારુ આયોજન જોવા મળે છે. જે અંકલેશ્વર શહેર પછી અસ્તિત્વમાં આવેલા વિસ્તારમાં આજે સુવિધા જિલ્લામાં અવ્વલ છે .

ભરૂચમાં શીતલસર્કલ , ભરૂચ રેલવે સ્ટેશન , ભરૂચ બસ સ્ટેશન , પાંચબત્તી, ભરૂચ બીગ બજાર , શક્તિ નાથ સર્કલ, ઝાડેશ્વર તુલસીધામ, ઝાડેશ્વર ચોકડી , ભરૂચ શ્રવણ ચોકડી, જંબુસર બાઈપાસ ચોકડી, મહંમદપુરા , અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ,બસ સ્ટેશન ,ત્રણ રસ્તા સર્કલ, જીનવાલા સ્કુલ, પીરામણ નાકા, ચૌટા નાકા, , પ્રતિન ચોકડી, જી.આઈ.ડી.સી બસ અને રેલ્વે સ્ટેશન, વાલિયા ચોકડી , ગડખોલ પાટિયામાં રાહદારી માટે રોડ ક્રોસ કરવું મુશ્કેલ બન્યું છે.

રાહદારીઓ માટે ફૂટપાથ પણ નહિ

જિલ્લામાંઝીબ્રાક્રોસિંગ તો એક પણ નથી, પરંતુ રાહદારીઓને વાહનોથી બચવા માટે ફૂટપાથ ની પણ કોઇ વ્યવસ્થા નથી. જોક બીજી તરફ અંકલેશ્વર શહેરમાં વ્યવ્સ્થા છે પણ જેના પર લારી અને પથારાવાળાઓએ અડીંગો જમાવી લીધો છે. અન્ય તાલુકામાં તો ઝીબ્રા ક્રોસિંગ અને ફૂટપાથ બંને નથી અને ફૂટપાથ હોય તો નહિ હોવા બરાબર છે. જેના પર રાહદારીઓને બદલે ધંધાદારી લોકોએ અડીંગો જમાવી દેતા રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે.

સમસ્યા |જિલ્લાની 15,51,019ની વસતિ સામે 5,15,066 વાહનો:રાહદારીઓનો મૃત્યુ આંક 50થી વધુ