• Gujarati News
  • ભરૂચમાં પ્રિમોન્સુન કામગીરીનો પ્રારંભ નન્નુમિયા ઝુપડપટ્ટીનો કાંસ સાફ કરાયો

ભરૂચમાં પ્રિમોન્સુન કામગીરીનો પ્રારંભ નન્નુમિયા ઝુપડપટ્ટીનો કાંસ સાફ કરાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાપશ્ચિમ વિસ્તારમાં આવેલાં નન્નુમિયા ઝૂપડપટ્ટી નજીકથી પસાર થતી વરસાદી કાંસની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે કાંસમાં સફાઇ કરવામાં કેટલાંક મકાનોની દિવાલો તોડવાનો વારો આવ્યો હતો. જોકે એકંદરે સ્થાનિકોએ સાથ આપી સ્વૈચ્છિક રીતે પણ દબાણ દુર કરવામાં મદદરૂપ બન્યાં હતાં.

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી નન્નુમિયા ઝૂપડ પટ્ટી વિસ્તારમાં આવેલાં વરસાદી કાંસમાં ખેરૂદ્દીનવાવથી લિમડીચોક અને એલીસ નાળા સહિતના આસપાસના વિસ્તારનું વરસાદી પાણીનો નિકાલ થાય છે. ચોમાસુ માથે છે ત્યારે ચોમાસામાં વિસ્તારમાં પાણીનો ભરાવો થાય તે માટે પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે શહેરના તમામ કાંસ અને નાળા - ગટરોની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી છે.

આજે શુક્રવારે નન્નુમિયા ઝૂપડપટ્ટી વિસ્તારમાંથી પસાર થતાં વરસાદી કાંસની સફાઇ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કાંસના બન્ને કિનારે લોકોએ દબાણ કરી દેતાં કાંસ સાંકળી થઇ ગઇ હોઇ સફાઇ માટે ભારે કનડગત સર્જાઇ હતી. અંદાજે 1 હજાર મીટરની લંબાઇની કાંસને સાફ કરવા માટે પાલિકાએ ખાસ પોકલેન્ડ મશીનનો ઉપયોગ કર્યો હતો.

કાંસ સાફ કરવાની કામગીરીમાં કાંસના બન્ને કિનારે મકાનોએ દબાણ કરી લીધું હોઇ અડચણ ઉભું થતું હોઇ પાલિકાએ સાતેક મકાનોની દિવાલ, ઓટલા, બાથરૂમ તોડવાની જરૂરિયાત સર્જાતાં મકાન માલિકોને જાણ કરતાં મોટાભાગના તમામ મકાન માલિકોએ પાલિકાને સાથ સહકાર આપી સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દુર કરવામાં સહકાર આપ્યો હતો.

એક લદોકલ સ્થાનિકોએ કામગીરીમાં રૂકાવટ ઉભી કરવાની કોશિષ કરતાં પાલિકાએ તાત્કાલિક અસરે પોલીસ રક્ષણની માંગણી કરતાં પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. પોલીસ બંદોબસ્ત હેઠળ પાલિકાએ દબાણો દુર કરી કાંસ સફાઇની કામગીરીને વેગ આપ્યો હતો.

ભરૂચ

પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે શહેરના લિમડીચોક વિસ્તારમાંથી પસાર થતી કાંસ સાફ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં કાંસ ઉપર ગેરકાયદેસર કરવામાં આવેલાં દબાણો પણ દુર કરવામાં આવ્યાં હતાં. / તસવીરરાજેશ પેઇન્ટર

બે દિવસમાં કાંસની સફાઇ થઇ જશે

^નન્નુમિયાઝૂપડપટ્ટી વિસ્તારમાં આવેલાં કાંસમાં આસપાસના ઘણાં વિસ્તારોના વરસાદી પાણીનો નિકાલ થાય છે. એક હજાર મિટર જેટલી લાંબી કાંસમાં કિચડ જામ થઇ ગયો હોઇ તેને બે દિવસમાં સંપુર્ણ સાફ કરી દેવામાં આવશે. આજે અંદાજે 100 ટન જેટલાં કિચડનો નિકાલ કરવામાં આવ્યો હતો. > સી.જી. વાંસિયા, સેનેટરીઇન્સ્પેક્ટર.

કાંસની સફાઇ દરમિયાન દબાણ કરેલી કેટલીક દિવાલો તોડી પાડવામાં આવી