મતદાર યાદી સુધારણામાં આધારકાર્ડની કોઇ જરૂર નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેર તથા જિલ્લામાં દેશના ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણા તેમજ મતદાર યાદીને અપડેટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં મતદારો પાસેથી આધારકાર્ડ નંબર મેળવવો જરૂરી નહિ હોવાની સ્પષ્ટતા ચૂંટણી પંચ તરફથી કરવામાં આવી છે.

ભરૂચ શહેર-જિલ્લામાં ભારતના ચૂંટણી પંચના આદેશ મુજબ રાષ્ટ્રીય મતદાર યાદી શુદ્ધતા અને અધિકૃતતા કાર્યક્રમ ચાલી રહ્યો છે. કાર્યક્રમ હેઠળ બુથ લેવલ ઓફિસર્સ દ્વારા તેમના મતદાન મથકમાં નોંધાયેલા મતદારો અંગે મતદાર યાદીની વિગતોની ચકાસણી કરવાની સાથે મતદારો પાસેથી આધાર કાર્ડસના નંબર મેળવીને ડેટાબેઝમાં તેનો સમાવેશ કરવાની કામગીરી ચાલી રહી છે. સંદર્ભે સર્વોચ્ય અદાલતની સુચના તેમજ ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ સ્પષ્ટતા કરાઇ છે.

ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી સ્પષ્ટતામાં જણાવાયું છે કે, મતદારો માટે આધાર નંબર દર્શાવવો ફરજિયાત નહીં પણ વૈકલ્પિક છે.

અને તે રજૂ કરવો મરજિયાત છે. આધાર નંબર નહીં આપનારા મતદારોનો મતાધિકાર છીનવાશે નહીં.આધાર નંબર જણાવનારા મતદારોની નવી નોંધણી માટેની અરજી નકારવામાં નહીં આવે અને આવી અરજી સામે વાંધો લેવામાં નહીં આવે. આધાર નંબર આપવાને કારણે મતદાર યાદીમાં નોંધાયેલું નામ રદ પણ નહીં થાય.

માત્ર મતદારની અધિકૃતતાના સમર્થન માટે આધાર નંબર લેવામાં આવી રહ્યા છે. તેને લગતા ડેટાની ગુપ્તતા અને સલામતી અચૂક જાળવવામાં આવશે. આધાર ડેટાબેઝનો કોઇપણ સંજોગોમાં દુરુપયોગ ના થાય તેની ચોકસાઇ રાખવામાં આવશે. એટલું નહીં આધાર નંબર મતદાર યાદીમાં દર્શાવવામાં નહીં આવે.મતદાર કાપલી કે ચૂંટણી પંચની વેબસાઇટ પર ડિઝીટાઇઝ્ડ ફોર્મમાં લોક ચકાસણી માટે તે પ્રદર્શિત નહીં કરાય.

ભરૂચ

અન્ય સમાચારો પણ છે...