તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચમાં પોણા ત્રણ ઇંચ વરસાદથી મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં પોણા ત્રણ ઇંચ વરસાદથી મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચઅને નર્મદા જિલ્લામાં ગુરુપૂર્ણિમાએ રાતે ધોધમાર વરસાદ વરસી પડતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ જવા સાથે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પાણીથી તરબોળ થઇ ગયા હતા. તમામ 14 તાલુકામં અડધોથી પોણા ત્રણ ઇંચ વરસાદ વરસતા ખાલીખમ થઇ ગયેલા જિલ્લાના જળાશયો અને વિવિધ તાલુકાઓના તળાવોમાં નવા નીરની આવક થઇ હતી.

મંગળવારે રાતે ભરૂચ અને નર્મદા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા. અત્યાર સુધી છૂટા છવાયા ઝાપટાં અને ધીમી ધારે વરસતા વરસાદે મનમૂકીને વરસવાનું શરૂ કરતા જોત જોતામાં નીચાણવાળા વિસ્તારો અને મુખ્યમાર્ગો પાણીથી તરબોળ થઇ ગયા હતા. ભરૂચ શહેરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસી પડતા કસક સર્કલ, પાંચબત્તી, સેવાશ્રમ રોડ, સિવિલ રોડ, જૂના ભરૂચ તેમજ સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકો અટાવયાં હતા.

ભરૂચ ઉપરાંત નેત્રંગ અને વાગરા તાલુકામાં પણ પોણા ત્રણ ઇંચ આકાશી જળ વરસી પડતા તળાવો અને નાળાઓમાં નવા નીરની આવ્યાં હતા. જયારે દેડિયાપાડા, ઝડિયા, નાંદોદ અને સાગબારા તાલુકામાં સવાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકાઓમાં અડધાથી એક ઇંચ સુધી આકાશી જળ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ભરૂચ નર્મદા જિલ્લામાં વાવણી લાયક વરસાદના પગલે ખેડૂતોએ પણ વાવણીની કામગીરી શરૂ કરી દીધી હતી.

ભરૂચમાં વરસાદના પગલે મુખ્ય માર્ગો પર પાણીનો ભરાવો થઇ જતાં વાહન ચાલકોને ભારે હાલકી વેઠવી પડી રહી હતી. તસવીર-રાજેશપેઇન્ટર

મુખ્ય માર્ગો પર પાણી ભરાવા સાથે નદી-નાળામાં નવા નીરની આવક

ભરૂચ-નર્મદાનાં તમામ 14 તાલુકામાં અડધાથી પોણા ત્રણ ઇંચ વરસાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો