તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ઝાડેશ્વર ગામે મહિલાનો અછોડો તોડી બાઇક સવાર ગઠિયો ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાડેશ્વર ગામે મહિલાનો અછોડો તોડી બાઇક સવાર ગઠિયો ફરાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝાડેશ્વરગામે આવેલાં ઓમ સાઇકૃપા બંગ્લોઝમાં રહેતી એક મહિલાનો અછોડો તોડી બાઇક સવાર ફરાર થઇ ગયો હતો. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોઢા રૂમાલ બાંધીને આવેલો ગઠિયો આંગણ એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરામાં કંડેરાઇ જતાં પોલીસે તેના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

ઝાડેશ્વર ગામે અોમ સાંઇ કૃપા બંગ્લોઝ ખાતેરહેતાં સોનલ જયદિપસિંહ રણા આજે બુધવારે બપોરના આંગણ એપાર્ટમેન્ટ પાસેથી ફળ ખરીદી કરી પોતાની પ્લેઝર મોપેડપર ઘરે આવી રહ્યાં હતાં.

દરમિયાન તેઓ તેમના મોપેડ ઉપર તેમની સોસાયટીના નાકા પાસે પહોંચતાં એક મોટર સાઇકલ ઉપર સવાર શખ્સે પુરઝડપે તેની મોટર સાઇકલ હંકારી લાવી તેમની મોપેડ પાસે આવી પહોંચ્યો હતો. સોનલબેન કાંઇ સમજી શકે તે પહેલાં મોટર સાઇકલ ઉપર આવેલાં શખ્સે તેમના ગળામાં પહેરેલું સોનાનું મંગળસુત્ર આંચકીને ત્યાંથી નાસી છુટ્યો હતો. સોનલબેને બુમરાણ કરતાં આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યાં હતાં. જોકે કોઇ તેનો પિછો કરે તે પહેલાં બાઇક ઉપર સવાર ગઠિયો ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો. છતાં કેટલાંક યુવાનોએ આસપાસના વિસ્તારોમાં તપાસ કરવા છતાં તેના કોઇ સગડ મળ્યાં હતાં. દરમિયાન બનાવ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસના કાફલાએ સ્થળ ઉપર ધસી આવી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો