તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બૌડાના નિર્ણયો રદ કરવા ખેડૂતો,બિલ્ડરોની માંગણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ-અંકલેશ્વરશહેરી વિકાસ સત્તામંડળ (બૌડા)ની વર્તમાન બોડીને બરખાસ્ત કરવામાં આવે તથા તેના દ્વારા લેવાયેલા તમામ નિર્ણયોને રદ કરવાની માંગણી કરવામાં આવી છે. અંકલેશ્વર ખાતે આજે બુધવારે બિલ્ડરો, ખેડૂતો તથા અસરગ્રસ્તોની બેઠક મળી હતી. બેઠકમાં બૌડાના સ્થાને ડીસ્ટ્રીકટ પ્લાનિંગ કમિટીની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

વર્ષ 2011માં રાજય સરકારે ભરૂચ- અંકલેશ્વર શહેર તથા આસપાસના 57થી વધારે ગામોને સમાવી લઇ ભરૂચ- અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (બૌડા)ની રચના કરી હતી. બૌડાની રચના બાદ બાંધકામની પરવાનગી, જમીન એનએ કરવા સહિતની તમામ સત્તા બૌડા હસ્તક ચાલી ગઇ છે. બૌડાની રચના ગેરકાયદે હોવાની રાવ સાથે જિલ્લામાં વિરોધ શરૂ થયો છે. બૌડાની રચનાના વિરોધમાં બુધવારે અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે બેઠકનું આયોજન કરાયું હતું.

બેઠકમાં હાજર રહેલાં આગેવાનોએ જણાવ્યું હતું કે, ભરૂચ- અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી" ની રચના કરવામાં આવેલી છે. જેની વર્તમાન બોડી ગેરબંધારણીય છે. તેમજ જી. ટી પી એન્ડ યુ ડી એક્ટ હેઠળ કરવામાં આવી નથી. જ્યારે બંધારણની 74મી અને 75મી જોગવાઈ અનુસાર ટાઉન પ્લાંનિંગએ શહેર ગામ અને જિલ્લાકક્ષાનો પ્રશ્ન છે. બંધારણની જોગવાઈ અનુસાર 243 ડિઝેડ મુજબ ડિસ્ટ્રિક્ટ પ્લાનીંગ કમિટીની રચના ચૂંટણી યોજીને કરવાની હોય છે. માટે રાજ્ય સરકાર દ્વારા 2008મા કાયદો પણ બનાવેલો છે.

પરંતુ આજદિન સુધી ડીપીસીની રચના રાજય સરકારે કરેલી નથી.ભરૂચ - અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા અત્યાર સુધીની કામગીરી બંધારણીની જોગવાઈ અનુસાર થયેલી નથી. જેથી ગેરબંધારણીય રીતે કાર્યરત બનેલ બૌડાને અંગે કામગીરી કરવાનો કે નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી અત્યાર સુધીમાં બૌડા દ્વારા જે કામગીરી કરી છે તે તમામ કામગીરી, કાર્યવાહી, નિર્ણયો બંધારણ વિરુદ્ધ અને ગેરકાયદેસર છે તેમ પણ જણાવાયું હતું. બેઠકમાં ગુજરાત પ્રદેશ ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, વટારીયા સુગર ચેરમેન સંદીપ માંગરોલા, નિવૃત ટાઉન પ્લાનિંગ અધિકારી હંશલ શુકલા, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ જયેશ પટેલ, પાલિકાના સભ્ય રફીક ઝગડીયાવાલા સહિત સ્થાનિક આગેવાનો, બિલ્ડરો તેમજ અસરગ્રસ્ત લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

ખેડૂતોની જમીન પચાવી પાડવાની પેરવી છે

^ખેડૂતોની જમીન પાંચવી પાડવાની પેરવી ચાલી રહી છે. ખેડૂતોની જમીન 40 ટકા કપાતએ તેમની જમીન પર તડાપ મારવા સમાન કૃત્ય છે. બૌડામાં રહેલી ક્ષતિઓ હાઇકોર્ટના હુકમ આધારે દૂર કરી નવી ડીસ્ટ્રીકટ પ્લાનિંગ કમિટીની રચના કરવામાં આવે તેવી અમારી માંગ છે. >જયેશ પટેલ,ખેડૂતઆગેવાન

બૌડાની વર્તમાન બોડીને બરખાસ્ત કરો

^બંધારણએક્ટ 1976 અને 74 ના સુધારા મુજબ પોતાના વિસ્તારના વિકાસ માટે સ્થાનિક પ્રતિનિધિ હોવા જોઈએ. માટે ડીસ્ટ્રીકટ પ્લાનિંગ કમિટીની રચના કરવાની જોગવાઇ છે પરંતુ સરકારે તેનો અમલ કર્યો નથી. ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળની વર્તમાન બોડી ગેરબંધારણીય છે. બૌડાને બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ છે. >સંદિપ માંગરોલા,સહકારીઆગેવાન

અંકલેશ્વર એપીએમસી ખાતે બૌડાની રચનાના વિરોધમાં વિવિધ ક્ષેત્રના લોકોની બેઠક મળી હતી. તસવીર-હર્ષદમિસ્ત્રી

અંકલેશ્વર APMCમા અસરગ્રસ્તોની બેઠક યોજાઇ

સરકારે ડિસ્ટ્રીકટ પ્લાનિંગ કમિટિ રચી હોવાની રાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો