તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસના માળખાને સ્થગિત કરવા આદેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચશહેર કોંગ્રેસના નવા માળખાની જાહેરાત બાદ સિનિયર અને જુનિયરનો વિવાદ સામે આવ્યાં બાદ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની સુચનાથી હાલના માળખાને સ્થગિત કરી દેવા આદેશ કરાયો છે. શહેર કોંગ્રેસના નવા માળખાની જાહેરાત બાદ આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો હતો અને કોંગ્રેસમાં સિનિયર અને જુનિયર એમ બે જૂથ પડી ગયાં હતાં. શહેર કોંગ્રેસમાં વકરેલા વિવાદની પ્રદેશ નેતાઓએ ગંભીર નોંધ લઇ નવેસરથી માળખાની જાહેરાત કરવાનો નિર્ણય લીધો છે.

વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયાં છે તેવામાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ પીછો છોડવાનું નામ લઇ રહયો હોય તેમ લાગી રહયું છે. ગત મહિને શહેર પ્રમુખ નિર્મલસિંહ યાદવે નવી બોડીની જાહેરાત કરી હતી. શહેર કોંગ્રેસના નવા માળખાની જાહેરાત બાદ આંતરિક વિખવાદ વકર્યો હતો. સિનિયર આગેવાનોની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસમાં બે જુથ પડી ગયાં હતાં.

શહેર કોંગ્રેસમાં ઉભા થયેલાં વિવાદને કારણે બંને જૂથે અલગ અલગ કાર્યક્રમો આપવાની શરૂઆત પણ કરી દીધી હતી. જેમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિવસની બંને જૂથોએ અલગ અલગ રીતે ઉજવણી કરી હતી. સંગઠનને મજબુત કરવાની કવાયત વચ્ચે આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી જતાં કોંગ્રેસમાં સિનિયર અને જુનિયર એમ બે ભાગ પડી ગયાં હતાં. શહેર કોંગ્રેસ સમિતિમાં ઉભા થયેલાં વિખવાદનો અંત લાવવા માટે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની સુચનાથી પ્રદેશ ઉપ પ્રમુખ મૌલિન વૈષ્ણવે ભરૂચ શહેર કોંગ્રેસની હાલની બોડીને સ્થગિત કરી દેવા આદેશ કર્યો છે.

પ્રદેશની મંજૂરી મળે ત્યાં સુધી નવા માળખાની જાહેરાત કરી શકાશે નહિં તેમ જણાવી દેવામાં આવ્યું છે. આમ ભરૂચ શહેર કોંગ્રેસની નવી જાહેર થયેલાં માળખાને સ્થગિત કરી દેવામાં આવતાં રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. વિવાદ બાદ કોંગ્રેસની નવી બોડી કેવી રીતે બનાવવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાઇ છે.

શહેર કોંગ્રેસમાં 50થી વધુ હોદ્દેદારો જાહેર કરાયાં હતાં

ભરૂચ શહેર કોંગ્રેસના નવા માળખાની ગત મહિને જાહેરાત કરાઇ હતી. જેમાં 50થી વધુ કાર્યકરોને હોદ્દા અપાયાં હતાં. નવા માળખાની જાહેરાત સાથે વિરોધ શરૂ થઇ ગયો હતો. નવા માળખામાં સિનિયરોની બાદબાકી કરી નવા ચહેરાઓને સમાવી લેવાયાં હોવાની ફરિયાદો મોવડી મંડળને કરાઇ હતી. બંને જૂથોએ એકબીજાને સમાંતર કાર્યક્રમો આપવાની શરૂઆત કરી દેતાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો હતો.

નવી બોડીને પ્રદેશની મંજૂરી નથી

^ભરૂચશહેર કોંગ્રેસની નવી બોડીને પ્રદેશની મંજૂરી મળી નથી. બોડીને હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. શહેર કોંગ્રેસના નવા માળખાની ટુંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. નવી બોડીના સ્થાને હાલ જુની બોડી કાર્યરત રાખવામાં આવી છે. >મૌલિન વૈષ્ણવ,ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ

નવી બોડી બનાવાશે

^ભરૂચશહેર કોંગ્રેસ દ્વારા હાલની જાહેર થયેલી સમિતિની સાથે આવનારા સમયની અંદર સૌને વિશ્વાસમાં લઇ જરૂરી સુધારા સાથે ટુંક સમયમાં પ્રદેશ સમિતિના નિરિક્ષકના માર્ગદર્શનથી જાહેરાત ટુંક સમયમાં કરવામાં આવશે. >નિર્મલસિંહ યાદવ,પ્રમુખ,ભરૂચ શહેર કોંગ્રેસ

કોંગ્રેસના વિશ્વસનીય સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના આદેશથી ભરૂચ શહેર કોંગ્રેસના માળખાને સ્થગિત કરી દેવામાં આવ્યું છે. હવે ગ્રાસ રૂટ લેવલથી સંગઠન રચનાની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં પ્રદેશ નિરિક્ષકો આવીને સેન્સ મેળવશે અને ત્યારબાદ નવા માળખાની જાહેરાત કરવામાં આવશે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ મૌલિન વૈષ્ણવની સહી સાથે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ નિર્મલસિંહ યાદવ અને સંગઠન નિરિક્ષક કાશ્મીરા મુન્શીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, શહેર સમિતિની રચના અંગે ઇમેલ મળ્યો છે પરંતુ જયાં સુધી પ્રદેશ સમિતિ તરફથી મંજૂરી મળે ત્યાં સુધી કોઇ પણ હોદ્દેદારની જાહેરાત કરવી નહિ .

ગ્રાસ રૂટ લેવલથી માળખાની રચના કરાશે

પ્રદેશમાંથી આવેલાં પત્રમાં શું જણાવાયું છે

શહેર પ્રમુખ નિર્મલસિંહ યાદવે એક મહિના પહેલાં સંગઠનના નવા માળખાની રચના કરી હતી

ભરૂચ શહેર કોંગ્રેસની નવી બોડીની જાહેેરાત બાદ કોંગ્રેસ બે જૂથમાં વહેંચાઇ ગઇ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો