તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મકાનની ગેલરી પડતાં શખ્સનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચનાદાંડિયાબજાર મચ્છીમાર્કેટ પાસે દુકાનમાં દુધ લેવા આવેલો એક ઇસમ નજીકના એક જર્જરિત મકાનના ઓટલા પર બેઠો હતો. તે વેળાં મકાનના ધાબાની ગેલરીનો એક ભાગ તુટી પડી તેનો કાટમાળ તેના માથા પર પડતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલમાં ખસેડાયો હતો. જોકે તેનું ટુંકી સારવાર બાદ મોત નીપજતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ શહેરના દાંડિયાબજાર સુથારપુરા વિસ્તારમાં રહેતાં 50 વર્ષીય ચીમન કાનજી દેવીપુજક આજે બુધવારે સવારે 6.45 કલાકના અરસામાં નજીકમાં આવેલાં મચ્છીમાર્કેટ પાસે એક દુકાનમાં દુધ લેવા માટે ગયાં હતાં. દરમિયાન તેઓ નજીકમાં આવેલાં વસંત મેડિકલ સ્ટોર પાસેના એક જુના મકાનના ઓટલાં પર બેઠાં હતાં. તે વેળાં અચાનક જુના જર્જરિત મકાનના ધાબાની ગેલરી તુટીને પડતાં તેનો કાટમાળ ઓટલાં પર બેસેલાં ચીમનભાઇ પર પડતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે આસપાસના રાહદારીઓ તેમજ રહિશો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યાં હતાં. અચાનક બનેલી ઘટનાથી વિસ્તારમાં એક સમયે અફરા તફરી મચી ગઇ હતી. એકત્ર થયેલાં લોકોએ ઇજાગ્રસ્ત ચીમન દેવીપુજકને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

તો મકાન માલિક સામે કાર્યવાહી કરાશે

^જર્જરિતમકાનના ધાબાની ગેલરી પડવાથી થયેલી ઇજાને કારણે શખ્સનું મોત નીપજ્યું છે. પાલિકા દ્વારા શહેરના જર્જરિત મકાનોને ઉતારી લેવા માટે મકાન માલિકોને નોટીસ ફટકારાઇ છે. તેમ છતાં મકાન માલિકો દ્વારા પોતાના મકાનો ઉતારવામાં આવતાં નથી. કિસ્સામાં જો મકાન માલિકને પાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી હશે તો મકાન માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. >આર. કે.લાડવા, ઇન્સ્પેક્ટર,ડિવિઝન.

અચાનક બનેલી ઘટનાથી વિસ્તારમાં એક સમયે અફરા તફરી મચી ગઇ

દૂધ લેવા મચ્છીમાર્કેટ પાસે ગયેલો શખ્સ મકાનના ઓટલા પર બેઠો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો