• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • પાનોલીની કંપનીમાં સીડી પરથી પડતાં કામદારનું મોત

પાનોલીની કંપનીમાં સીડી પરથી પડતાં કામદારનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાનોલીજી.આઈ.ડી.સી માં આવેલ સિસ્ટમ એન્જીનરીંગ કંપની માં ચાલી રહેલા બાંધકામ દરમિયાન સીડી પર પગ લપસી પડતા નીચે પટકાયેલાં કામદારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બનાવ સંદર્ભે તાલુકા પોલીસને જાણ થતા અકસમાત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. ભરૂચ જિલ્લામાં આવેલી જીઆઇડીસીઓમાં સેફટીના સાધનોના અભાવે કામદારોના મોત થઇ રહયાં છે. આવા એક બનાવમાં પાનોલી જીઆઇડીસીમાં આવેલી સિસ્ટમ એન્જીનીયરિંગ કંપનીમાં પતરા બેસાડી રહેલો કામદાર સીડી પરથી નીચે પટકાતાં મોતને ભેટયો હતો. કંપનીઓમાં કામ કરતાં કામદારો, કર્મચારીઓની સલામતી માટે પુરતાં પગલાં લેવામાં આવે તે જરૂરી બની ગયું છે. પાનોલી જી.આઈ.ડી.સી માં હાલ સિસ્ટમ એન્જીનરીંગ કંપનીનું કામ ચાલી રહ્યું છે. જ્યાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા અને મહેન્દ્રનગર ગડખોલ પાટીયા ખાતે રહેતા ક્રિષ્નાકુમાર પ્રેમલાલ દહીયા કંપનીમાં પતરાં બેસાડવાની કામગીરી કરી રહયો હતો. તે દરમિયાન બીમ કોલમના કોન્ક્રીટ સ્ટ્ર્કચર પાસે થી સીડી પર ચઢવા જતા પગ લપસી ગયો હતો અને નીચે પટકાયો હતો જ્યાં તેના માથામાં ગંભીર ઇજા પહોંચતા સ્થળે મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...