• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ઈદની શુભેચ્છા | વ્હોરવાડ કોટ પારસીવાડ ખાતે મસ્જિદમાં જઈ ઈદના કુત્બાની નમાઝ અદા કર્યા બાદ એકમેકન

ઈદની શુભેચ્છા | વ્હોરવાડ- કોટ પારસીવાડ ખાતે મસ્જિદમાં જઈ ઈદના કુત્બાની નમાઝ અદા કર્યા બાદ એકમેકને ઇદની મુબારક બાદી પાઠવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચઅને નર્મદા જિલ્લામાં વસતા 720 દાઉદી વહોરા સમાજનાં પરીવારો દ્વારા રમજાન ઇદની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરનાં વહોરવાડ તેમજ કોટ પારસીવાડ વિસ્તારમાં વસતા બિરાદરો વહેલી સવારે મસ્જિદોમાં જઇ ઇદની દુઆઓ ગુજારી એકમેકને ઇદ મુબારક બાદી પાઠવી હતી.

ભરૂચના વહોરવાડ તથા કોટ પારસીવાડ વિસ્તારમાં સ્થાયી થયેલાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા રમજાન ઇદ પર્વની મંગળવારે હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ હતી. ભરૂચ અને નર્મદા જિલ્લામાં વસતા 720 દાઉદી વહોરા સમાજનાં પરીવારોએ મંગળવારે વહેલી સવારે મસ્જિદોમાં જઇ ઇદની દુઆઓ ગુજારી એકમેકને ઇદ મુબારક બાદીની શુભકામનાઓ પાઠવી હતી. દેશ અને દુનિયામાં અમન અને શાંતિ બરકરાર રહે તે માટે દુઆઓ ગુજારવામાં આવી હતી. ભરૂચના કોટ પારસીવાડ અને વહોરવાડમાં ઇદને લઇ ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો. સમાજના બિરાદરોએ ઇબ્રાહિમ તેમજ જૈની મસ્જિદમાં જઇ ઇદના કુત્બાની નમાઝ અદા કરી હતી. વ્હોરા પરિવારોને ત્યાં ઇદ નિમિત્તે પરંપરાગત વાનગી શિરકુરમા બનાવવામાં આવી હતી. શહેર ઉપરાંત અંકલેશ્વર, રાજપીપળા અને ગ્રામ્ય પંથકમાં પણ નવા વસ્ત્રો પરીધાન કરી મહિલાઓ, બાળકો તથા વડીલોએ એકમેકને ગળે લગાવી ઇદની શુભેરછા આપી હતી.

મસ્જિદમાં જઇ ઇદના કુત્બાની નમાઝ અદા કરી

ભરૂચ-નર્મદામાં દાઉદી વહોરા સમાજ દ્વારા ઇદ ઉજવાઇ

ભરૂચ અને નર્મદા જિલ્લામાં વસતા દાઉદી વહોરા સમાજના પરીવારો દ્વારા રમજાન ઈદની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. તસવીર-રાજેશપેઈન્ટર

અન્ય સમાચારો પણ છે...