• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • લુહારિયુ તળાવ છલકાતાં નિચાણવાળાં વિસ્તારો પાણીમાં

લુહારિયુ તળાવ છલકાતાં નિચાણવાળાં વિસ્તારો પાણીમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ તાલુકામાં આવેલાં શુક્લતીર્થ ગામમાં આવેલાં લુહારિયા તળાવમાં ગ્રામ પંચાયત દ્વારા પોણાભાગના ગામની ગટરલાઇનના દુષિત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. છેલ્લાં કેટલાંય સમયથી આસપાસના લોકોને તેના કારણે નર્કાગારની સ્થિતીનો સામનો કરવો પડી રહ્યો છે. તળાવની આસપાસના વિસ્તારમાં સામજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે. તળાવમાં ઠલવાઇ રહેલાં દુષિત પાણીના નિકાલને અટકાવવા માટે અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી. દરમિયાન તાજેતરમાં વરસેલાં વરસાદને કારણે ગામના ઉચાણવાળા વિસ્તારમાંથી નીકળતું વરસાદી પાણી ગામના તળાવમા આવતાં તળાવના પાણી ભરાઇ જતાં તળાવની આસપસાના

...અનુસંધાન પાના નં.2

રહેણાંક વિસ્તારમાં દુષિત પાણી ફરીવળ્યાં છે. લોકોને ગંદાપાણીમાંથી અવર-જવર કરવી પડી રહી છે. તકેદારીના ભાગરૂપે ગ્રામ પંચાયતે આર્થિક મર્યાદામાં રહીને રસ્તાપરના પાણીના નિકાલ માટે જેસીબીથી નિકાલ કરવાની કામચલાઉ વ્યવસ્થા કરી છે. પરંતુ તેનો કોઇ લાભ થાય તેમ લાગી રહ્યું નથી.

ચોમાસા દરમિયાન જિલ્લા આરોગ્ય તંત્ર સક્રિય બની વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા તેમજ મેલેરિયા - ડેન્ગયૂ જેવા રોગો પર અંકુશ લાવવા માટે દવાઓનો છંટકાવ- ફોગિંગ કરવાની કાર્યવાહી હાથ ધરે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે.

પાણીની આવક વધતાં ગંદા પાણી ગામમાં ફરિ વળ્યાં

શુક્લતીર્થ ગામમાં વરસાદ વરસતા પરિસ્થિતિ વકરી

અન્ય સમાચારો પણ છે...