અંક્લેશ્વરમાં છેલ્લાં 36 કલાકમાં 4 ઇન્ચ વરસાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લામાં છેલ્લાં 36 કલાકમાં તમામ તાલુકામાં મેઘરાજાએ હાજરી નોંધવી હતી. સૌથી વધુ અંક્લેશ્વર તાલુકામાં 4 ઇન્ચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ આમોદમાં 5મીમી રહ્યો હતો.

ભરૂચ શહેર જિલ્લામાં સાર્વત્રિક વરસાદની મહેરથી ખેડૂતોમાં ખુશી ફેલાઇ ગઇ છે. શહેરી વિસ્તારમાં કેટલાંક સ્થળે પાણી ભરવાથી કાદવ કિચ્ચડનું સામ્રાજ્ય જામ્યું છે. ત્યારે ચોમાસાની શરૂઆત સારી થઇ હોવાને કારણે લોકોએ એકંદરે મેઘરાજાના આગમનને વધાવ્યો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લાં 36 કલાકમાં તમામ તાલુકાઓમાં વરસાદે હાજરી નોંધાવી છે. જેમાં

...અનુસંધાન પાના નં.2

સૌથી વધુ 4 ઇન્ચ વરસાદ અંક્લેશ્વર તાલુકામાં નોંધાયો હતો. જ્યારે નેત્રંગ અને વાગરા તાલુકામાં 3 ઇન્ચ વરસાદ ખાબક્યો હતો. અન્ય તાલુકાઓના આંકડા જોઇએ તો અમોદ તાલુકામાં 5 મીમી, ભરૂચમાં 8મીમી, હાંસોટમાં 38 મીમી, જંબુસરમાં 18મીમી, વાલિયામાં 32 મીમી તેમજ ઝઘડિયામાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. સાર્વત્રિક વરસાદથી ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. જોકે હજી થોડો વરસાદ વરસ્યાં બાદ ઉઘાડ નિકળે તો ખેડૂતો ખેતરમાં નિંદામણમાં જોતરાઇ જાય તેવી રાહ જોવાઇ રહી છે.