• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • લંડનથી આવેલાં NRIઓ ભરૂચમાં કેન્સરના દર્દીઓની સારવાર કરાવશે

લંડનથી આવેલાં NRIઓ ભરૂચમાં કેન્સરના દર્દીઓની સારવાર કરાવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંડનનાન્યૂહામ ખાતે સ્થાયી થયેલાં અને ઉદ્યોગ-વેપાર તેમજ ત્યાના સ્થાનિક રાજકારણમાં આગવી ઓળખ ધરાવતાં એનઆરઆઇઓએ ભરૂચમાં કેન્સર પિડીતો માટે ખાસ સારવાર માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. તેમણે ભરૂચ નગરપાલિકાની મુલાકાત લેવા સાથે ભરૂચ પાલિકાના પ્રતિનિધીઓને ન્યૂહામ ખાતે આમંત્રિત કરી લોકસેવાની કામગીરીની પ્રણાલીની આપલે કરવાનું સુચન કર્યું હતું.

ભરૂચ જિલ્લાના વતની અને વર્ષોથી લંડન ન્યૂહામ ખાતે સ્થાયી થયેલાં મુળ ભરૂચના સલીમ પટેલ, મસીઉલ્લા પટેલ, સઇદ મનુબરી, હારૂન યાકુબ ઉમરજી તેમજ ઝકરિયા બારીવાલા સહિતના એનઆરઆઇઓ હાલમાં ભરૂચ ખાતે આવ્યાં છે. લંડનના ન્યૂહામ ખાતે સલીમ પટેલ તેમજ ...અનુસંધાન પાના નં.2

મસીઉલ્લા પટેલ ફોરેસ્ટગેટ ખાતે કાઉન્સિલર છે. જ્યારે સઇદ મનુબરી, હારૂન યાકુબ ઉમરજી અને ઝકરિયા બારીવાલા સામાજિક આગેવાન હોઇ તેઓ ત્યાં સામાજિક કાર્યો કરી રહ્યાં છે. તેઓ હાલમાં ભરૂચ ખાતે આવ્યાં હોઇ તેમણે ભરૂચ ખાતે કેન્સર પિડીત લોકોની સારવાર માટે ચેરિટી એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે.

ભરૂચ નગરપાલિકાના કાઉન્સિલર સલીમ અમદાવાદીએ તેઓને આજે ગુરૂવારે પાલિકા પ્રમુખની મુલાકાત કરાવી હતી. પાલિકા પ્રમુખ આર. વી. પટેલે તેમને આવકારી ચર્ચા કરતાં લંડનની આવેલાં એનઆરઆઇઓએ તેમની સાથેની સુખદ મુલાકાત બાદ ભરૂચના પાલિકા સભ્યોના પ્રતિનિધીઓને લંડન ખાતે આવવાનું આમંત્રણ આપ્યું હતું. ઉપરાંત ત્યાંના એમપી તેમજ મેયર આગામી દિવસોમાં ભરૂચમાં આવે તે માટેનું તેમણે આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું.

કેન્સર પિડીતો માટે સેવા કરવાની છે

ન્યૂહામ ખાતે એનઆરઆઇઓના સંગઠન દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યાંની સ્થાનિક કામગીરી સાથે ચેરિટીના કામ કરાઇ રહ્યાં છે. ત્યાં કેન્સર પિડીતો માટે કામગીરી કરાઇ રહી છે. હવે ભરૂચ ખાતે પણ કેન્સર પિડીતોની સારવાર માટેનું આયોજન કરાઇ રહ્યું હોઇ આવતીકાલે શુક્રવારે સ્થાનિક હોસ્પિટલો સાથે બેઠક યોજી આગામી દિવસોમાં કેવી કામગીરી કરવી તે અંગેના સુચનોનું આદાન - પ્રદાન કરાશે.

- સઇદ મનુબરી, સામાજિક આગેવાન, ન્યૂહામ.

આગામી દિવસોમાં ન્યૂહામના એમપી- મેયર ભરૂચમાં આવે તેવી શક્યતાઓ

લંડનના ન્યૂહામના કાઉન્સિલરોએ ભરૂચ પાલિકાની મુલાકાત લીધી

લંડનના અને મુળ ભરૂચ જિ.ના NRIઓએ ભરૂચની મુલાકાત લીધી હતી. રાજેશપેઇન્ટર

અન્ય સમાચારો પણ છે...