રૂંઢ તળાવ પાસે ખેતરમાં જુગાર રમતાં 2 ઝડપાયાં

જંબુસર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર કે. વી. બારિયાને બાતમી મળી કે, રૂંઢ તળાવ પાસે કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 02:05 AM
રૂંઢ તળાવ પાસે ખેતરમાં જુગાર રમતાં 2 ઝડપાયાં
જંબુસર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર કે. વી. બારિયાને બાતમી મળી કે, રૂંઢ તળાવ પાસે કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. જેથી પોલીસેે તળાવ પાસે ખુલ્લા ખેતરમાં બાવળિયાની ઓથમાં જુગાર રમતાં જુગારિયાઓને જેર કરવા દરોડો પાડતાં જુગારિયાઓમાં નાસભાગ થઇ ગઇ હતી. પોલીસ ઝાકીર ઉર્ફે મિસ્ત્રી ઉસ્માન ગની અહેમદ ઠાકોર વો.પટેલ તેમજ સદ્દામ અબ્દુલ ઇબ્રાહિમ પઠાણ ( બન્ને રહે. રૂંઢ તળાવ રેલવે ફાટક પાસે) ને ઝડપી પાડ્યાં હતાં. સુરેશ મહીજી દેવીપુજક, ફેઝલ ઐયુબ હાજી બગસ, એઝાઝ ઇલ્યાસ પટેલ તેમજ જાબીર કંબોલી તથા જાબીર કંબોલીનો મોટોભાઇ પોલીસને ચકમો આપી નાસી છુટ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા 12,500 સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
રૂંઢ તળાવ પાસે ખેતરમાં જુગાર રમતાં 2 ઝડપાયાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App