ભરૂચમાં કેદીઓને જેલમાંજ કોર્ટની માહિતી મળશે

ઉદ્ઘાટન| કેદીના હસ્તે જ ઉદઘાટન કરાવવાનો નવતર અભિગમ અપનાવાયો

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 02:05 AM
ભરૂચમાં કેદીઓને જેલમાંજ કોર્ટની માહિતી મળશે
ભરૂચ સબજેલમાં રહેલા કેદીઓ તેમના કોર્ટ કેસની તારીખની માહિતી જેલમાં બેઠા બેઠા મેળવી શકશે. જેલમાં કાર્યરત લીગલ એઇડ કલીનીકનું ડીજીટલાઇઝેશન કરાયું છે. અાધુનિક સુવિધાઓ સાથેના કલીનીકનું ઉદઘાટન કેદીના હસ્તે જ કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવીન લાયબ્રેરીનો લોકાર્પણ સમારંભ પણ યોજવામાં આવ્યો હતો.

ભરૂચ ખાતે આવેલી સબજેલમાં રહેલા કેદીઓ પણ હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે. કોર્ટની તારીખની વિગતો મેળવવાની ઝંઝટમાંથી હવે તેમને મુકિત મળશે કારણ કે જેલમાં ચાલી રહેલા લીગલ એઇડ કલીનીકનું આધુનિકિકરણ કરવામાં આવ્યું છે. જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય અને જેલ વિભાગ તરફથી જેલમાં લીગલ એઈડ કલીનીકનું સંચાલન કરવામાં આવે છે.

હવે કેદીઓ પોતાના કોર્ટ કેસોની તારીખ જેલમાં બેઠા બેઠા જ જોઈ શકશે એવી વ્યવસ્થા કરાઈ છે. જેલના કેદીઓ ધ્વારા જ રીબીન કપાવી આ ડીઝીટલ લીગલ એઈડ કલીનીક ખુલ્લું મુકાયું હતું. હાઈકોર્ટ ઘ્વારા કેદીઓમા પોતાના અધીકારો અંગે જાગૃત આવે તે માટે કાયદાની વિવિધ પુસ્તકોની લાઈબ્રેરી ઉભી કરવામાં આવી છે. આ પ્રસંગે જીલ્લા ન્યાયાલયના સેક્રેટરી પી.જી. સોની તેમજ જેલ સુપ્રીન્ટેન્ડન્ટ એલ.એમ.રાઠોડ તેમજ જીલ્લા ન્યાયાલયના એચ.વી. ભોજક અને એલ.જે.સિંધવ હાજર રહ્યા હતાં.

ભરૂચની સબજેલમાં લીગલ એઈડ કલીનીકનું ડીજીટલાઈઝેશન કરવામાં આવ્યુ. તસ્વીર-હર્ષદ મિસ્રી

X
ભરૂચમાં કેદીઓને જેલમાંજ કોર્ટની માહિતી મળશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App