ઇન્ટરવ્યુ આપી પરત ફરતાં ગંથાના યુવાન સહિત બેના મોત

ઇન્ટરવ્યુ આપી પરત ફરતાં ગંથાના યુવાન સહિત બેના મોત

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:05 AM IST
દેડિયાપાડા તાલુકાનાં નેત્રંગ રોડ ઉપર આવેલા થપાવી ગામની સીમના હાઇવે રોડ ઉપર બે બાઈક સામ સામે અથડાતાં બે યુવાનોના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે પાછળ બેઠેલાને ઈજા પહોંચી હતી.

પ્રાપ્ત ઘટનાની વિગતો અનુસાર તાપી જિલ્લાના ગંથા ગામના બલભદ્રસિંગ સુવર્ણસિંગ વસાવે તથા દિલિપભાઈ વિરસિંગભાઈ વસાવેનાઓ બાઈક ઉપર ભરૂચ ઇન્ટરયું આપી પરત ઘરે જઈ રહ્યા ત્યારે દેડિયાપાડા તરફથી આવી રહેલી બાઈક ના ચાલક યોગેશભાઈ રમેશભાઈ વસાવા રહે-સજનવાવ (ખાખરીયા)તા-નેત્રંગ નાઓ સાથે અકસ્માત થયો હતો.

બંને બાઇકો સામસામે ધડાકાભેર અથડાતાં બલભદ્રસિંગ સુવર્ણસિંગ વસાવે તથા યોગેશ રમેશ વસાવાને ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર મોત નિપજિયું હતું. જ્યારે દિલિપભાઈ વિરસિંગભાઈ વસાવેને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.બનાવ સંદર્ભે દિલિપભાઈ વિરસિંગભાઈ વસાવેએ દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોધાયેલ હતી.

X
ઇન્ટરવ્યુ આપી પરત ફરતાં ગંથાના યુવાન સહિત બેના મોત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી