Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Bharuch » રાલીઝ કંપનીના પેન્ડી મિથિલિન પ્લાન્ટમાં ધડાકા સાથે ગેસ વછૂટયો

રાલીઝ કંપનીના પેન્ડી મિથિલિન પ્લાન્ટમાં ધડાકા સાથે ગેસ વછૂટયો

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:05 AM

પેન્ડી મિથિલિનના ઉત્પાદન વેળા પ્રેસર વધી જતાં ઢાંકણ ફાટતા બનેલી ઘટના 30 મિનિટ સુધી વાતાવરણમાં પીળા...

  • રાલીઝ કંપનીના પેન્ડી મિથિલિન પ્લાન્ટમાં ધડાકા સાથે ગેસ વછૂટયો
    દહેજ સેઝમાં આવેલી રાલીઝ કંપનીમાં શનિવારે સવારના સમયે પેન્ડી મીથીલીન પ્લાન્ટમાં ધડાકા સાથે પીળા રંગનો ગેસ વછુટતા દોડધામ મચી હતી. ફેકટરી હેલ્થ એન્ડ સેફટી વિભાગની તપાસમાં પ્લાન્ટમાં સક્રબરની લાઇન ચોકઅપ થઇ જતાં ભારે દબાણ સાથે ટેન્કનું ઢાંકણું ફાટવાથી ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. અડધો કલાક સુધી વાતાવરણમાં પીળા રંગના ધુમાડા જોવા મળતાં આસપાસના ગામોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

    બનાવની પ્રાપ્ત ઘટનાસ્થળની વિગતો અનુસાર દહેજ સેઝમાં આવેલી રાલીઝ કંપનીમાં શનિવારે સવારે 11 વાગ્યાના અરસામાં મોટા ધડાકા સાથે પીળા રંગના ધુમાડા નીકળવા લાગ્યાં હતાં. કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ બહાર દોડી આવતાં તેમનો બચાવ થયો હતો. અડધો કલાક સુધી વાતાવરણમાં ધુમાડાને કારણે આસપાસ રહેતાં લોકોમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જીપીસીબી, ફેકટરી એન્ડ સેફટી હેલ્થ સહિતના વિભાગોના અધિકારીઓ દહેજ ખાતે દોડી ગયાં હતાં અને તપાસ શરૂ કરી હતી. ફેકટરી હેલ્થ એન્ડ સેફટી વિભાગની ટીમની પ્રાથમિક તપાસમાં કંપનીના પેન્ડી મીથીલીન પ્લાન્ટમાં સલ્ફયુરીક એસિડ અને નાઇટ્રીક એસિડની ટેન્કમાંથી કેમિકલનું વહન કરતી સ્કબરની લાઇન ચોકઅપ થઇ જતાં ધડાકા સાથે ટાંકીનું ઢાંકણ ફાટવાથી સ્પેન્ટ એસિડની વરાળ હવામાં ફેલાઇ હતી. ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી પરંતુ ધુમાડાને કારણે લોકોમાં ભય ફેલાયો હતો. ઘટના સંદર્ભમાં કંપનીના HR વિભાગના હાર્દિકભાઇનો મોબાઇલ નંબર 74900 13882 પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેમણે કઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

    પેન્ડી મિથિલિનનું પ્રોડકશન અટકાવી દેવાયું

    સલ્ફયુરીક એસિડ અને નાઇટ્રીક એસિડની સ્કબરમાં જતી લાઇનમાં ચોકઅપ થતાં દબાણ વધી જતાં ઢાંકણ ખુલી જતાં સ્પેન્ટ એસિડની વેપર બહાર નીકળી હોવાનું પ્રાથમિક તબકકે જણાયું છે. હાલ પેન્ડી મીથીલીનનું પ્રોડકશન અટકાવી દેવા માટે આદેશ કર્યો છે. વધુ તપાસ ચાલી રહી છે. એસ.પી. પાઠક, આસી. ડાયરેકટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ, ભરૂચ

    દહેજ સેઝમાં આવેલી રાલીઝ ઇન્ડીયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકો થયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending