Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Bharuch » સુગર ફેક્ટરીઓએ શેરડીના ભાવમાં ઘટાડો કરતાં ખેડૂતોને આર્થિક ફટકો

સુગર ફેક્ટરીઓએ શેરડીના ભાવમાં ઘટાડો કરતાં ખેડૂતોને આર્થિક ફટકો

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:05 AM

  • સુગર ફેક્ટરીઓએ શેરડીના ભાવમાં ઘટાડો કરતાં ખેડૂતોને આર્થિક ફટકો

    આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડ અને તેની બાય પ્રોડકટની ઘટેલી કિમંતોથી આ વર્ષે ખેડૂતોને શેરડીના ભાવ ઓછા મળવાની દિવ્યભાસ્કરે દર્શાવેલી શકયતાઓ સાચી પડી છે. શનિવારે હનુમાન જયંતિના દિવસે નર્મદાની ધારીખેડા તથા ભરૂચની વટારીયા અને પંડવાઇ સુગરે શેરડીના ભાવોની જાહેરાત કરી હતી. ગત વર્ષની સરખામણીએ ઓછા ભાવ પડતાં ખેડૂતોને ફટકો પડયો છે. ભાવમાં 400થી 1,100 રૂપિયા સુધીનો ઘટાડો થતાં 50 હજારથી વધારે ખેડૂતોની ભાવ વધારે મળવાની આશા ઠગારી નીવડી છે.

    ભરૂચ અને નર્મદા જિલ્લામાં ત્રણ સુગર ફેકટરીઓ આવેલી છે. તેમની સાથે શેરડી પકવતાં 50 હજાર કરતાં વધારે ખેડૂતો સંકળાયેલા છે. 90 હજાર એકર કરતાં વધારે જમીનમાં શેરડીનું વાવેતર કરવામાં આવે છે. ચાલુ વર્ષે રાષ્ટ્રીય તથા આંતરાષ્ટ્રીય બજારમાં ખાંડ તથા તેની બાય પ્રોડકટના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહયો છે.

    બજારમાં ખાંડની માંગની સામે જથ્થો વધારે હોવાથી ખાંડના ભાવ ગગડી રહયાં છે. આ બધા કારણોસર આ વર્ષે શેરડીના ભાવ ઓછા જાહેર કરવામાં આવે તેવી સંભાવના વ્યકત કરાઇ રહી હતી. શનિવારે ત્રણેય સુગરના ભાવ જાહેર કરાયાં હતાં જે ગત વર્ષની સરખામણીએ નીચા હોવાથી ખેડૂતોને ફટકો પડયો છે.

    વટારીયા 2,302, પંડવાઇ 2,550 અને ધારીખેડા 2,575નો ભાવ ધરતીપુત્રોને આપશે

    30 માર્ચે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ

    ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રિય બજારમાં ખાંડ તથા તેની બાય પ્રોડક્ટના ભાવ ગગડ્યા હોવાથી શેરડીના ભાવ નીચા રહેશે તેવો સચોટ અહેવાલ દિવ્ય ભાસ્કરમાં 31મી માર્જના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

    પોષણક્ષમ ભાવ આપવાનો પ્રયાસ છે

    બજારમાં ખાંડ તથા તેની બાય પ્રોડકટના ગગડેલા ભાવ વચ્ચે પણ વટારીયા સુગરના સભાસદોને શેરડીના સારા ભાવ આપવાનો પ્રયાસ કર્યો છે. ઓકટોબરથી માર્ચ સુધી 2,302, માર્ચમાં 2,311 અને એપ્રિલમાં 2,311 રૂા. પ્રતિ કવિન્ટલ આપવાનું નકકી કરાયું છે. સંદિપ માંગરોલા, ચેરમેન, વટારીયા સુગર

    2,900 રૂા. સ્ટોક વેલ્યુ ગણીને ભાવ આપ્યાં છે

    ખેડૂતો પોષણક્ષમ ભાવ મળે તેવા પ્રયત્ન અમારા રહ્યા છે. ચાલુ વર્ષે ખાંડના દાગીના પર 1,100 રૂપિયા સીધા ધટી ગયા છે તેમ છતાં સ્ટોક વેલ્યુ 2,900 રૂપિયા મૂકી ખેડૂતોને સારો ભાવ આપવાનો પ્રયાસ કર્યો છે. ઈશ્વરસિહ પટેલ, ચેરમેન, પંડવાઈ સુગર

    ભરૂચ અને નર્મદા જિલ્લામાં 50 હજારથી વધુ સભાસદોની આશા ઠગારી નીવડી

    વટારીયા, ધારીખેડા અને પંડવાઇ સુગરે નવી સીઝન માટે ભાવની કરેલી જાહેરાત

    શેરડીના બે વર્ષના ભાવ (રૂપિયામાં)

    સુગર ફેકટરી 2017-18 2018-19 ઘટાડો

    વટારીયા 3,451 2,302 1,149

    ધારીખેડા 3,500 2,575 925

    પંડવાઇ 3,578 2,550 1,028

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending