જળનો વિનાશ કરી આપણે પૃથ્વીને વિનાશ તરફ લઇ જઇ રહ્યાં છે

શ્રદ્ધાળુઓને મહંતે કહયું પાણી વેડફે અેને કહેજો alt145જળ શ્રી કૃષ્ણalt146 રોકડીયા હનુમાનજી મંદિરના મહંતે જળ...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 02:05 AM
જળનો વિનાશ કરી આપણે પૃથ્વીને વિનાશ તરફ લઇ જઇ રહ્યાં છે
જળનો વિનાશ કરી આપણે પૃથ્વીને વિનાશ તરફ લઇ જઇ રહયાં છે તેમ રોકડીયા હનુમાન મંદિરના મહંત મહામંડલેશ્વર સ્વામી રઘુનાથજીએ હનુમાન જયંતિના પાવન અવસરે દિવ્યભાસ્કરના જળ શ્રી અભિયાન અંતર્ગત શ્રધ્ધાળુઓને જણાવ્યું હતું. જે કોઇ પાણી વેડફે તેને પ્રેમથી જળ શ્રી કૃષ્ણ કહેવા માટે સ્વામીજીએ અનુયાયીઓને અપીલ કરી હતી.

ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલા રોકડીયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં દર્શન માટે આવેલાં શ્રધ્ધાળુઓને દિવ્યભાસ્કરના જળ શ્રી કૃષ્ણ અભિયાન હેઠળ જળ બચાવવા અંગે સમજ આપવામાં આવી હતી.

ભરૂચ શહેરના રોકડિયા હનુમાન મંદિર ખાતે દર વર્ષે મહાપ્રસાદીનું આયોજન કરાય છે. જેના ભાગરૂપે 501 કિલોની મિલ્ક કેક બનાવવામાં આવી છે. બે કારીગરોએ 300 કિલો માવો, 200 કિલો ખાંડ અને ડ્રાઇફુટથી બનાવેલી મિલ્ક કેકને ભકતોને પ્રસાદી તરીકે આપવામાં આવશે.

મહામંડલેશ્વર સ્વામી રઘુનાથજીએ જણાવ્યું હતું કે, મનુષ્ય બધા વિના જીવી શકે છે પણ પાણી વિના જીવી શકતો નથી. જળ એ જીવન તો છે જ પણ જળ એ ઇશ્વર પણ છે. જળ બચાવીશું તો જ આપણે જીવનને પણ બચાવી શકીશું.આપણે પાણીનું મુલ્ય નહિ સમજીએ તો ભવિષ્ય બગડી જશે. જળનો વ્યય પૃ્થવીને વિનાશ તરફ લઇ જાય છે. તેમણે દિવ્યભાસ્કરના જળ શ્રી કૃષ્ણ અભિયાન અંતર્ગત શ્રધ્ધાળુઓને પાણીની બચત કરવાની અપીલ કરી હતી.

રોકડીયા હનુમાન મંદિરના મહંત મહામંડલેશ્વર રઘુનાથજી મહારાજે જળ બચાવવાની અપીલ કરી.

X
જળનો વિનાશ કરી આપણે પૃથ્વીને વિનાશ તરફ લઇ જઇ રહ્યાં છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App