તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • પૂર્વ ભરૂચમાં 8 કલાકનાં વીજકાપથી ઉકળાટથી શહેરીજનો કણસી ઉઠયાં

પૂર્વ ભરૂચમાં 8 કલાકનાં વીજકાપથી ઉકળાટથી શહેરીજનો કણસી ઉઠયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંચોમાસાની વિદાય સાથે નવરાત્રિની તૈયારીઓનાં ભાગરૂપે ખેલૈયાઓને ખલેલ રહિત વીજ પુરવઠો પુરો પાડવા બુધવારે વીજ કંપની દ્વારા 22 કેવી ગુજકો ફીડર શટડાઉન લઇ હાથ ધરવામાં આવેલા સમારકામનાં પગલે શહેરીજનોને 8 કલાક સુધી વીજળી વિના ગરમી અને ઉકળાટ વચ્ચે કણસવાનો વારો આવ્યો હતો.

ભરૂચમાં નવરાત્રિની વિવિધ સ્થળોએ તડામાર તૈયારીઓ વચ્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પણ મહોત્સવ દરમિયાન દસે દસ રાત્રિ દરમિયાન ખેલૈયાઓને ખલેલ રહિત વીજ પુરવઠો મળી રહેવા સાથે આયોજકો તેમજ ખેલૈયાઓનાં રંગમાં ભંગ પડે તેની કવાયત હાથ ધરી છે. ચોમાસાની વિદાય સાથે વરસાદી માહોલમાં શહેરમાં નમી ગયેલા વીજ રેસા, ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા દૂર કરવા સાથે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા ઉપકરણો બદલવા બુધવારે 22 કેવી ગુજકો ફીડર પર શટડાઉન લેવામાં અાવ્યું હતું.

સવારે 8 કલાકથી સાંજનાં 4 વાગ્યાં સુધી લેવાયેલા વીજકાપને પગલે ભાદરવાની આકરી ગરમી અને ઉકળાટમાં શહેરીજનોને 8 કલાક સુધી વીજળી વિના રહેવાનો વારો આવ્યો હતો.

બીજી તરફ વીજ પુરવઠો બંધ રહેતા વેપાર-ધંધાને પણ અસર પહોંચી હતી. જયોતિનગરથી લઇ કોલેજ રોડ સુધી બની રહેલા ફોરલેનનાં ત્રીજા ફેઝમાં શટડાઉન લઇ બાકી રહી ગયેલી વીજલાઇનો ખેંચવાની કામગીરી કરાતા જયોતિનગર, કોલેજ રોડ વિસ્તાર અને પૂર્વ ભરૂચની સોસાયટીઓમાં પણ સવારે 8 કલાકથી બપોરે 2 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો.

શુક્રવારે 2 ફીડર પર 8 કલાકનો વીજકાપ

શુક્રવારેવીજ કંપની દ્વારા 22 કેવી એનએસ મિલ અને 22 કેવી ગુજરાત હાઉસીંગ બોર્ડ ફીડર પર સવારે 8 થી બપોરે 4 કલાક સુધી શટડાઉન લેવાયું છે. બન્ને ફીડર પર 8 કલાકનાં વીજકાપથી સેવાશ્રમ રોડ, શક્તિનાથ વિસ્તાર સહિત મધ્ય ભરૂચનાં 9000 થી વધુ લોકોને વીજળી વિના ગરમીમાં સેકાવુ પડશે.

વીજ પુરવઠો બંધ રહેતા વેપાર અને ધંધા રોજગારને પણ અસર પહોંચી: કેટલાંકે શટર્સ પાડી દીધા

વીજ કંપની દ્વારા લેવાયેલા શટ ડાઉનના પગલે ઉકળાટ અને આકરી ગરમીમાં લોકોની હાલત દયનીય બની

અન્ય સમાચારો પણ છે...