તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ડ્રેનેજ પાણીની લાઇનના ખાડાનું પુરતું પુરાણ નહીં થતાં ટ્રક ફસાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રેનેજ-પાણીની લાઇનના ખાડાનું પુરતું પુરાણ નહીં થતાં ટ્રક ફસાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચશહેરના જંબુસર બાયપાસ રોડ ઉપર લોખંડના સળીયા ભરેલી એક ટ્રક ડ્રેનેજ લાઇન માટે ખોદાયેલાં ખાડા ઉપર માત્ર માટીથી પુરાણ કરવામાં આવતાં માટીમાં ફસાઇ ગઇ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવતાં લોકોમાં કૂતૂહલ સાથે પાલિકાની કામગીરી પ્રત્યે રોષ ફેલાયો હતો. ટ્રક ચાલકે ભારે જહેમત બાદ અન્ય ટ્રકની મદદથી આખરે ટ્રક બહાર કાઢી હતી.

ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના જંબુસર બાયપાસ રોડ ઉપર પટેલ વેલફેર હોસ્પિટલ સામે એક ટ્રકનો ચાલક તેની ટ્રકમાં લોખંડના સળીયા ભરીને જઇ રહ્યો હતો. તે વેળાં કોઇ કારણસર તેણે પોતાની ટ્રકને વળાંક વાળવાનો હોઇ તેેણે પોતાની ટ્રકને રિવર્સ લેવાની કવાયત હાથ ધરી હતી.

દરમિયાન રોડની સાઇડમાં કાચી જમીન પર તેની ટ્રક જતાં ટ્રકનું પાછળનો અડધુ ટાયર અચાનક ભીની માટીના ભુવામાં ફસાઇ ગયું હતું. સ્થાનિકોના જણાવ્યાનુસાર પાલિકા દ્વારા રોડની સાઇડમાં ડ્રેનેજ - પીવાના પાણીની લાઇન માટે ખાડો ખોદયા બાદ તેમા માત્ર માટીનું પુરાણ કરી દેવામાં આવ્યું હતું. દરમિયાન શહેરમાં સારો એવો વરસાદ વરસતાં માટી બેસી જવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી પોલી થઇ જતી હોવાને કારણે ભુવા પડી જવાના બનાવ બની રહ્યાં છે. ટ્રક ફસાઇ જવાની ઘટનામાં પણ લોખંડના સળીયા ભરેલી ટ્રક માટીથી પુરા કરાયેલાં ખાડા પર આવતાં તેનું આખું ટાયર ખાડામાં ફસાઇ ગયું હતું. ટ્રક ચાલકે ટ્રકમાનો સામાન ખાલી કરી અન્ય ટ્રકની મદદથી ભારે જહેમત બાદ ટ્રક બહાર કાઢી હતી. ઘટના અંગે પાલિકાની કામગીરી સામે ભારે રોષ ફેલાયો હતો.

ચોમાસામાં પાણી ભરાતાં માટીમાં વાહનો ફસાવાના બનાવો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો