તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • મધ્યાહન ભોજનની કામગીરી ખાનગી ટ્રસ્ટને સોંપવા સામે રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્યાહન ભોજનની કામગીરી ખાનગી ટ્રસ્ટને સોંપવા સામે રોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચજિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજનની કામગીરી અક્ષયપાત્ર સંસ્થાને સોંપવા સામે મધ્યાહન ભોજન મંડળે વિરોધ નોંધાવ્યો છે. ભરૂચ જિલ્લા મધ્યાહન ભોજન કર્મચારી મંડળના વાગરા ખાતે મળેલા સંમેલનમાં કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મધ્યાહન ભોજન યોજનાના ખાનગીકરણથી કર્મચારીઓની રોજગારી છીનાવાઇ જવાની દહેશત વ્યકત કરાઇ છે.

ભરૂચ જિલ્લા મધ્યાહન ભોજન મંડળના જણાવ્યાં અનુસાર ભરૂચ જિલ્લાની 900 પ્રાથમિક શાળાઓમાં 1984થી મધ્યાહન ભોજન યોજના કાર્યરત છે. જેમાં 3,600 જેટલા રસોઇયા, મદદનીશો તથા સંચાલકો નજીવા માનદ વેતનથી ફરજ બજાવે છે. યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ બાળકોને ગરમ ભોજન મળી રહે તથા તેઓ શાળામાં ઉત્સાહથી ભણવા આવે તેવો છે. રાજય સરકાર ટુંક સમયમાં યોજના અક્ષયપાત્ર નામની સંસ્થાને સોંપવાની હિલચાલ કરી રહી છે. અક્ષયપાત્ર સંસ્થા તરફથી ભરૂચમાં ઉભા થનારા રસોડામાં ભોજન બનાવી શાળાઓમાં પહોંચાડાશે. આવા પ્રયોગથી બાળકોને ગરમ ભોજન મળી શકશે કે કેમ તે એક સવાલ છે. ખાનગી સંસ્થાને કામગીરી સોંપવાને કારણે ફરજ બજાવતાં કર્મચારીઓની રોજગારી છીનવાઇ જશે. અત્યાર સુધી ભરૂચમાં મધ્યાહન ભોજન બાબતની કોઇ ફરિયાદ પણ આવી નથી. મધ્યાહન ભોજનની કામગીરી સારી રીતે ચાલી રહી હોવા છતાં સરકાર તેનું ખાનગીકરણ કરવા જઇ રહી છે. યોજાયેલાં સંમેલનમાં ભરૂચ જિલ્લા મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ ફારૂક માસ્તર, અજીજ પટેલ, અરવિંદ પ્રજાપતિ, ભૂપતસિંહ વાઘેલા, દલસુખ પ્રજાપતિ, ડાહયાભાઇ પરમાર તથા અન્ય હોદ્દેદારો હાજર રહયાં હતાં. આગેવાનોએ જણાવ્યું હતું કે, બાબતે ભરૂચ અને વાગરાના ધારાસભ્યો તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જો યોજનાને ખાનગી સંસ્થાને સોંપવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

મધ્યાહન ભોજન કર્મચારી મંડળનું સંમેલન યોજાયું હતું. તસવીર-સલીમપટેલ

ખાનગીકરણથી કર્મચારીઓની રોજગારી છીનાવાશે

જિલ્લા મ.ભોજન કર્મચારી મંડળનું વાગરામાં સંમેલન યોજાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો