• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • બકરા માટે પાલો લાવવાના મુદ્દે યુવાન પર હિંસક હૂમલો

બકરા માટે પાલો લાવવાના મુદ્દે યુવાન પર હિંસક હૂમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતાલુકામાં આવેલાં ધર્મશાલા ગામે બકરા માટે પાલો લાવવાના મુદ્દે એક યુવાન સાથે ગામના ત્રણ શખ્સોએ ઝઘડો કરી યુવાન પર હૂમલો કર્યો હતો. જેમાં એક શખ્સે તેના પેટના ભાગ પાસે ધારિયાનો ઘા કર્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં નબીપુર પોલીસે ત્રણેય હૂમલાખોરો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ તાલુકામાં આવેલાં ધર્મશાલા ગામે રહેતો ગોકુલ જશુ વસાવા તેના ઘરે હતો. તે વેળાં ગામમાં રહેતાં રાજૂ ભાયજી વસાવા, ભીખા મુળજી વસાવા તેમજ શના સોમા વસાવાએ તેને બકરાઓ માટે પાલો લેવા જવાનું કહેતાં તેણે ના કહેતાં ઉશ્કેરાયેલાં ત્રણેયે આવેશમાં આવી જઇ તેની ઉપર હૂમલો કર્યો હતો. દરમિયાન આવેશમાં આવી જઇ તેમણે ધારિયાથી ગોકુલના પેટના ભાગે ઘા કરી તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ગોકુલ વસાવાની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

અન્ય સમાચારો પણ છે...