શાળા પ્રવેશ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રમાણિકભારતના નિર્માણ માટે શિક્ષણમાં આમુલ પરિવર્તન આવી રહયું છે ત્યારે માત્ર શિક્ષકો પર છોડતાં વાલીઓએ પોતાના બાળકોનો શિક્ષણનો રોજે રોજ હિસાબ મેળવે તે જરૂરી છે તેમ રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છત્રસિંહ મોરીએ ભરૂચ શહેરના શાળા પ્રવેશોત્સવ પ્રસંગે જણાવ્યું હતું.

ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલી શાળાઓમાં બુધવારે શાળા પ્રવેશોત્સ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શહેરના પોલીસ હેડ કવાટર્સ ખાતે આવેલી પ્રાથમિક શાળા નંબર 44 ખાતે આયોજીત કાર્યક્રમમાં રાજય સરકારના મંત્રી છત્રસિંહ મોરીએ જણાવ્યું હતું કે, બાળકોનું ભણતર અને ઘડતર માત્ર શિક્ષકોની જવાબદારી નથી. પ્રત્યેક વાલીઓએ રોજે રોજ પોતાના બાળકના શિક્ષણની ગતિવિધિથી વાકેફ રહેવું જોઇએ.

ડીએસપી સંદિપસિંગે જણાવ્યું હતું કે, શિક્ષિત અને સુસ્કૃત યુવાનો દેશની પ્રગતિ માટે જરૂરી છે ત્યારે પ્રાથમિક શિક્ષણ એકદમ અનિવાર્ય છે.સારા અને શિસ્તબધ્ધ નાગરિકોના ઘડતર માટે શાળાએ મુખ્ય આધાર છે. કુકરવાડાની શાળા નંબર 43 ખાતે પણ નવા બાળકોનું નામાંકન કરાયું હતું. બંને શાળાઓમાં છત્રસિંહ મોરીએ બાળકોના જ્ઞાનની ચકાસણી કરી હતી.

પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરપર્સન અલ્પાબેન ઠકકર, પાલિકાના પુર્વ પ્રમુખ મહેશ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ, ડીવાયએસપી અમિતા વાનાણી, અયુબ પટેલ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. તેમણે બાળકોનું કુમકુમ તિલકથી સ્વાગત કર્યું હતું. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બાળકોને શૈક્ષણિક પ્રવાસ કરાવવા બદલ પીએસઆઇ આર.ડી.ઠાકરેનું મંત્રી છત્રસિંહ મોરીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

ભરૂચમાં શાળા પ્રવેશોત્સવમાં છત્રસિંહ મોરી, સંદિપસીંગ તથા મહેમાનો હાજર રહયાં હતાં. }રાજેશ પેઇન્ટર

વાલીઓ બાળકોના શિક્ષણનો હિસાબ મેળવે : છત્રસિંહ મોરી

અન્ય સમાચારો પણ છે...