• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ ખાતે યુવાનની આંખોમાં મરચું નાખી 3 લાખની ચીલઝડપ

ભરૂચ ખાતે યુવાનની આંખોમાં મરચું નાખી 3 લાખની ચીલઝડપ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશાકમાર્કેટમાંથી માલ લઇ જનાર જંબુસર-આમોદના વેપારીઓ પાસેથી 3થી 3.50 લાખની ઉઘરાણી કરીને બસમાં શહેરના મહંમદપુરા આવેલાં શખ્સની આંખમાં મરચાની ભુકી નાંખી મોટરસાઇકલ ઉપર સવાર બે ગઠિયાઓએ રૂપિયા ભરેલું પાકીટ છુંટવી ફરાર થઇ ગયાં હતાં. ધોળે દિવસે બનેલી ઘટનાથી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગઠિયાઓને રેકી કર્યા બાદ ઘટનાને અંજામ આપ્યો હોવાની પ્રાથમિક શંકા પોલીસ વ્યક્ત કરી રહી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના મોટા ડભોઇયાવાડ વિસ્તારમાં રહેતો આરિફ ગુલામ હૂસેન ભોલા શાકમાર્કેટમાં ડુંગળી - બટાકાની પેઢી ચલાવતાં ગુલામ કાદર કાલુભાઇ આમોદવાલાને ત્યાં કામ કરતો હતો. તેમની પેઢીમાંથી જંબુસર તેમજ આમોદના વેપારીઓ માલ લઇ જતાં હોઇ આરીફ દર બુધવારે આમોદ - જંબુસર જઇને તેમના વેપારીઓ પાસેથી ઉઘરાણી કરીને પરત આવતો હતો. આજે બુધવારે પણ તે નિત્યક્રમ મુજબ આમોદ - જંબુસર જઇને તેના વેપારીઓ પાસેથી અંદાજિત 3થી 3.50 લાખ રૂપિયા ઉઘરાવી બસમાં ભરૂચ આવ્યો હતો. તે મહંમદપુરા પાસે બસમાંથી ઉતરવા જઇ રહ્યો હતો. તે વેળાં મોઢાપર રૂમાલ બાંધીને મોટર સાઇકલ ઉપર બે શખ્સો તેની પાસે આવી પહોંચ્યાં હતાં. જે પૈકી એક ગઠિયાએ તેની આંખોમાં મરચાની ભુકી નાંખી તેના હાથમાનું રૂપિયા ભરેલું પાકિટ તફડાવી બંદુકમાંથી છુટેલી ગોળીની જેમ ત્યાંથી નાસી છુટ્યાં હતાં. આરીફે બુમરાણ મચાવતાં આસપાસના લોકો ત્યાં એકત્ર થઇ ગયાં હતાં. જોકે કોઇ કઇ કરે તે પહેલાં મોટર સાઇકલ ઉપર આવેલાં બન્ને ગઠિયાઓ ત્યાંથી ઓઝલ થઇ ગયાં હતાં. બનાવને પગલે ભરૂચ બી ડિવિઝન પોલીસને જાણ થતાં ઇન્સ્પેક્ટર ઝેડ. એન. ધાસુરાએ તાત્કાલિક શહેરના મુખ્ય પોઇન્ટ ઉપર પોલીસ વાહનચેકિંગ તેમજ નાકાબંધી કરાવી દીધી હતી.

CCTV ફુટજમાં કિસ્સો કંડરાયો

ગઠિયાઓએ રેકી કરી હોવાની શંકા

મહંમદપુરા પાસે બનેલી સમગ્ર ઘટના સ્થળથી થોડે અંતરેઆવેલી સીટી સ્ટાઇલ શોપના કેમેરામાં કંડેરાઇ ગઇ હતી. જેમાં બસનો પિછો કરીને આવેલાં બે ગઠિયાઓ પૈકી એક ગઠિયો મોટર સાઇકલ પર ધીરેધીરે આવી રહ્યો હતો. જ્યારે અન્ય એક ગઠિયાએ દોડતાં જઇ મરચું આંખમાં નાંખી નાસી છુટ્યાં હતાં

ગુલામ કાદર કાલુભાઇ આમોદવાલાની પેઢીમાં કામ કરતો આરીફ દર બુધવારે આમોદ-જંબુસર જઇને ત્યાંના વેપારીઓ પાસેથી રૂપિયાની ઉઘરાણી કરી લાવી ભરૂચ આવતો હતો. આરીફની પ્રણાલી અંગે કોઇ માહિતગાર હોઇ તેણે રેકી કરી ઘટનાને અંજામ આપ્યો હોવાની શંકાઓ પણ વ્યક્ત કરાઇ રહી છે.

ભરૂચના મહંમદપુુરા વિસ્તારમાં એક શખ્સની આંખોમાં મરચાની ભુકી નાંખી 3થી 3.50 લાખ રૂપિયાની ચિલઝડપ કરી મોટર સાઇકલ ઉપર બે ગઠિયા ફરાર થઇ ગયાં હતાં.

ધોળે દિવસે બનેલી ઘટનાથી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો

મહંમદપુરા ખાતે શખ્સને બાઇક સવાર બે ગઠિયાએ ટાર્ગેટ બનાવ્યો

અન્ય સમાચારો પણ છે...