• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભારે પવનોને પગલે બુધવારે ભરૂચ જિલ્લામાં ગરમીનો મહત્તમ પારો 1

ભારે પવનોને પગલે બુધવારે ભરૂચ જિલ્લામાં ગરમીનો મહત્તમ પારો 1

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારે પવનોને પગલે બુધવારે ભરૂચ જિલ્લામાં ગરમીનો મહત્તમ પારો 1 ડિગ્રી ગગડી 37 ડિગ્રી નોંધાયો હતો. જયારે રાત્રિ તાપમાન હજી પણ 29 ડિગ્રી જેટલુ ઊંચુ રહેતા લોકો ઘરમાં અહસ્ય ઉકળાટથી પરસેવે રેબઝેબ થઇ રહ્યાં છે. સવારે ભેજનું પ્રમાણ 71 ટકા જયારે બપોરે 42 ટકા રહ્યું હતું. હજી પણ એક સપ્તાહ સુધી જિલ્લામાં ચોમાસાનું આગમન નહિ થાય તેવી શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

^ ઝઘડિયા પંથકમાં 1500 એકરમાં કેળનો પાક હાલ રહેલો છે. અગાઉ આકરી ગરમી અને હવે છેલ્લા ત્રણ-ચાર દિવસથી તેજગતિએ ફૂંકાઇ રહેલા પવનોને કારણે કેળની લૂમો થડ સહિત પડી જવાથી રૂ. 40 થી 45 લાખનું ખેડૂતોને નુકસાન થયુ છે. પટ્ટા પર મોટા ભાગે એકસપર્ટ કવોલિટીનાં કેળાનું ઉત્પાદન થાય છે. હવે નવી ઉપાધી આવતાં ખેડૂતોના માથે ચિંતાનાં વાદળો છવાઈ ગયાં છે. >જયેન્દ્રસિંહ પરમાર,ચેરમેન,નર્મદા ફ્રૂટ એન્ડ વેજીટેબલ મંડળી

ભારે પવનોથીગરમીનો પારો 10 ગગડયો

ઝઘડિયા પંથકમાં 45 લાખનું નુકસાન

અન્ય સમાચારો પણ છે...