પાલેજના પ્રશ્રો ઉકેલવા માગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતાલુકાના અગ્રણી વેપારી મથક અને ને.હાઇવે-રેલવે સાથે જોડાયેલા પાલેજ નગરની ઘણી બધી સમસ્યાઓનો આજદિન સુધી ઉકેલ આવતા નગરજનોમાં નિરાશા જોવા મળી રહી છે. પાલેજ ગ્રામપંચાયતની વાર્ષિક માતબર આવક હોવા છતાં નગરના પ્રાણ પ્રશ્રનો હલ કરવામાં સત્તાધિશો નિષ્ફળ પુરવાર થયા છે. 15,000 ઉપરાંતની વસ્તી ધરાવતા પાલેજ નગરમાં વર્ષોથી મીઠા પાણી માટે નગરજનો વલખા મારી રહ્યા છે. મીઠા પાણી માટે નગરજનોને ઠાલા વચનોની ભરમાર સિવાય કશું મળ્યું નથી. વર્ષોના વહાણા વિતવા છતાં મીઠુ પાણી પાલેજના નગરજનો માટે ઝાંઝવાના નીર સમાન બની ગયું છે. પાઇપ લાઇન મારફતે ઘેર ઘેર ગેસ પહોંચાડવાની યોજના માટે બે બે વાર સર્વે થયો છતાં ગેસ લાઇન યોજનાનું સુરસુરીયુ થઇ જવા પામ્યું છે. આજે જયારે ભરૂચ જિલ્લાના કરમાડ, મનુબર, કંથારીયા, શેરપુરા જેવા નાના ગામોમાં પાઇપ લાઇન દ્ધારા ગેસ પુરો પડાતો હોય તો પાલેજ જેવા વિકસીત ટાઉનને કેમ નહીં 15,000 ઉપરાંતની વસ્તી ધરાવતા નગરમાં યુવાનો માટે રમત ગમત માટે મેદાન પણ ઉપલબ્ધ નથી.

અન્ય સમાચારો પણ છે...