ગ્રામીણ સ્વરાજ અભિયાનમાં વીમા યોજનાની માહિતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળામાં ગ્રામીણ સ્વરાજ અભિયાન અંતર્ગત વીમા યોજનાની જાણકારી આપવામાં આવી હતી.એસબીઆઇના ઉપક્રમે સરદાર ટાઉનહોલમાં આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહયાં હતાં.

કાર્યક્રમમાં કલેકટર નિનામા, એસબીઆઇના નેટવર્ક-2 ના જનરલ મેનેજર સંજય શ્રીવાસ્ત્વ, સુરત ઝોનલ ઓફિસના ડેપ્યુટી જનરલ મેનેજર અશોક મહાકુલ, ભરુચ રિજીઓન ઓફિસના એજીએમ પિયુષ ભટ્ટ, રાજપીપલાના ચીફ મેનેજર શ્રીમન સોલંકી સહિતના અધિકારીઓ હાજર રહયાં હતાં. સાગબારા ડેડીયાપાડા, તિલકવાડા, ગરુડેશ્વર, પ્રતાપનગર, આમલેથા, રાજપીપલા સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહયાં હતાં.

ગ્રામીણ સ્વરાજ અભિયાન અંતર્ગત ઉપસ્થિત નાગરિકોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા લેવા અપીલ કરાઇ હતી. આ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માત્ર રૂપિયા 12 છે અને 18 થી 70 વર્ષ સુધીની વ્યક્તિ વીમો ઉતરાવી શકે છે. વાર્ષિક પ્રીમિયમ બચત ખાતામાથી સીધું જ કાપી લેવાય છે. નાગરિકોને માત્ર પોતાનું જ નહીં પણ કુટુંમ્બના દરેક સભ્યના ખાતા ખોલવા અનુરોધ કરાયો હતો.નરેગા રોજગાર, ઉજ્વલ્લા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના ગ્રામીણ સ્વરાજ અભિયાન યોજના ની માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...