તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખરી ઓપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચઅનેઅંકલેશ્વરમાં રોજગારી માટે સ્થાયી થયેલાં બંગાળી પરિવારો તેમના પરંપરાગત પર્વ દુર્ગા પૂજાની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયાં છે. શહેરની શ્રવણ ચોકડી નજીક દર વર્ષે દુર્ગા પૂજાના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

ભરૂચ- અંકલેશ્વરમાં પશ્ચિમ બંગાળથી આવેલાં 5,000થી વધારે લોકો રોજગારી માટે સ્થાયી થયાં છે. બંગાળી પરિવારો દ્વારા 20 વર્ષોથી ભરૂચ શહેરમાં દુર્ગા પૂજાની ઉજવણી કરવામાં આવે છે. અગાઉ ચંદુલાલ દેસાઇ કુમાર છાત્રાલય ખાતે દુર્ગા પૂજાની ઉજવણી થતી હતી. હવે સ્થળ બદલીને છેલ્લા 4 વર્ષથી શ્રવણ ચોકડી નજીક દુર્ગા મહોત્સવની પરંપરાગત ઉજવણી થાય છે.

દુર્ગા પૂજાના તહેવાર આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે. બંગાળથી આવેલાં કારીગરો દુર્ગા માતા તેમજ અન્ય દેવી-દેવતાઓ સહિત અસુરની મૂર્તિઓ બનાવવામાં લાગી ગયાં છે. બંગાળથી આવતાં કારીગરો નદીના કિનારેથી માટી લાવી વાંસની મદદથી કલાત્મક પ્રતિમાઓ તૈયાર કરે છે. નવરાત્રી દરમિયાન બંગાળી પરિવારો દુર્ગા માતાજીનું પૂજન અર્ચન કરે છે. પ્રતિમાઓનું નર્મદામાં વિસર્જન કરે છે.

ભરૂચમાં મા દુર્ગાની મૂર્તિને આખરી ઓપ આપતો બંગાળી કલાકાર. રાજેશ પેઇન્ટર

મહાષષ્ઠીથી દસમ સુધી પરંપરાગત દુર્ગામહોત્સવનું સતત 21 માં વર્ષે કરાયેલું આયોજન

દુર્ગા મહોત્સવની તૈયારીમાં બંગાળી પરિવારો વ્યસ્ત

અન્ય સમાચારો પણ છે...