• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ગુમાનદેવ બસ સ્ટેન્ડ નજીક ઉભેલી બસને ટ્રકે ટક્કર મારતા છાત્રાનું મોત

ગુમાનદેવ બસ સ્ટેન્ડ નજીક ઉભેલી બસને ટ્રકે ટક્કર મારતા છાત્રાનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયાનાગુમાનદેવ બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓને બસમાં બેસાડવા, ઉતરવા ઉભેલી બસને ઓવરલોડ ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા બે વિદ્યાર્થીઓને અડફેટે લઇ એક કેબીન પલટાવી ટ્રક હોટલમાં ઘુસી ગઈ હતી. અકસ્માતમાં બન્ને વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતા ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જયા એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું.

આજે સવારે સેલંબાથી વાયા ઝઘડિયા અંકલેશ્વર જતી એસટી બસ ગુમાનદેવ બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થી મુસાફરોને બેસાડવા અનેઉતારવા ઉભી હતી.દરમિયાનમાં ઝઘડિયા તરફથી સુરત તરફ જતી એક ઓવરલોડ રેતી ભરેલી ટ્રક ચાલકે ગતિ અવરોધક વચ્ચે ઉભેલી એસટી બસને ગતિ અવરોધક કુદાવી જોરદાર ટક્કર મારી હતી. ટ્રક ચાલકે ટક્કર મારી બસમાં ચઢતા ઉતરતા વિદ્યાર્થીઓ પૈકી બેને અડફેટે લીધા હતાં. રોડની બાજુમાં આવેલા કેબીનમાં અથાડી પલટાવી દઈ સામે આવેલી હોટલમાં ટ્રક ઘુસાડી દીધી હતી. અડફેટે આવેલા બે વિદ્યાર્થીઓ પૈકી છાયા ઉર્ફે કામીની દિનેશભાઈ પટેલને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતાં જયાંથી વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તેને સારવાર મળે તે પૂર્વે મોત થયું હતું.

જયારે અન્ય વિદ્યાર્થી સંજય નરસિંહ પટેલ તથા બસના કંડકટર ગંભીરભાઈને પણ ઈજાઓ થતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતાં. ઝઘડિયા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુમાનદેવ પાસે બસ ટ્રક વચ્ચે અકસ્માત થતા ઉચેડિયા ગામની વિદ્યાર્થિની ઝઘડિયાથી ઉચેડિયા ઘરે જતી હતી .આ ઉચેડિયાની વિદ્યાર્થિની 10માં ધોરણમાં અભ્યાસ કરે છે. ઝઘડિયા ખાતે તે ઘરે જતી હતી અને ગુમાનદેવ અકસ્માત નડયો હતો. વિદ્યાર્થિની ઉચેડિયા ગામના દિનેશભાઈ પટેલ એકની એક પુત્રી હતી. ઉચેડિયા ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી.

ટ્રક ચાલકે એસટી બસને ટક્કર મારતા થયેલા અકસ્માતમાં એક છાત્રાનું મોત થયું હતું. જયારે બસના ડ્રાયવર અને એક છાત્રને ઇજા થઇ હતી.} મુકેશશાહ

અન્ય1 છાત્ર અને કંડક્ટરને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા

બસમાં ઉતરતા છાત્રા ટ્રકના આગળના વ્હીલની વચ્ચે આવી ગઈ

અન્ય સમાચારો પણ છે...