• Gujarati News
  • નબીપુર ફાટક પાસે વૃક્ષ ધરાશાયી થઇ જતા વાહન વ્યવહાર ખોરવાયો

નબીપુર ફાટક પાસે વૃક્ષ ધરાશાયી થઇ જતા વાહન વ્યવહાર ખોરવાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાનબીપુર ગામે રેલવે ફાટક પાસે લીમડાનું તોતિંગ વૃક્ષ આજે સોમવારે અચાનક ધરાશાયી થઇ ગયું હતું. વૃક્ષ પડવા સાથે વીજ પોલ પણ તૂટી પડતાં જીવંત વીજ વાયર રોડ પર પડતાં લોકોમાં ભય પ્રસરી ગયો હતો. ફાટક ચાલુ હોવાથી વાહનો રોડ પર ઉભા નહીં રહેવાને કારણે મોટી હોનારત ટળી હતી. જોકે માર્ગ પર વૃક્ષ પડતાં વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.

ભરૂચ તાલુકામાં આવેલાં નબીપુર ગામમાં ધોધમાર વરસાદ તેમજ તેજ ગતિના પવનોના કારણે રેલવે ફાટક પાસે લીમડાનું એક વૃક્ષ અચાનક ધરાશાયી થઇ ગયું હતું. વૃક્ષ પડવાને કારણે નજીકમાંથી પસાર થતાં વીજ વાયર ખેંચાતાં વીજ થાંભલો પણ તૂટી પડતાં જીવંત વીજ વાયર રોડ પર આવી પડતાં લોકોમ ફફડાટ ફેલાયો હતો. જોકે ઘટનાને પગલે વીજ કંપનીને જાણ થતાં તેમણે તાકીદે વીજ પ્રવાહ બંધ કરી દીધો હતો. જોકે વીજ કર્મચારીઓને સ્થળ પર દોડી આવી વીજ પ્રવાહ પુન: કાર્યરત કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ માર્ગ પર લીમડાનું વૃક્ષ ધરાશયી થયું હોવાથી માર્ગ પરનો વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો. ફાટક બંધ હોય તે સમયે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગતી હોય છે. ફાટક ખૂલ્લો હોઇ માર્ગ પર વાહન નહીં હોવાને લીધે હોનારત થતાં રહી ગઇ હતી.

લીમડાનું તોતિંગ વૃક્ષ પવનને કારણે ધરાશાયી થઇ ગયું હતું.

વીજ થાંભલો પણ તૂટી પડતા હોનારત થતા ટળી હતી