તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • સિમકાર્ડ મોબાઇલના કોલ ડિટેઇલ મેળવવા માટેની પોલીસની કવાયત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિમકાર્ડ-મોબાઇલના કોલ ડિટેઇલ મેળવવા માટેની પોલીસની કવાયત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચસબજેલમાંથી બે મોબાઇલ મળી આવવાની ઘટનાને લઇને બી ડિવિઝન પોલીસે ઉંડાણપુર્વક તપાસ હાથ ધરી છે. બન્ને મોબાઇલ તેમજ સીમકાર્ડના આધારે કોલડિટેઇલ મેળવવાની કવાયત હાથ ધરી કોને કોને ફોન થયાં હતાં તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

ભરૂચ સબજેલમાં આવેલાં સભાખંડ પાસે ખાડો ખોદી તેમાં એક ઝભલામાં બે મોબાઇલ સંતાડેલાં હોવાનું ઝડતી સ્કવોર્ડની આકસ્મિક તપાસમાં બહાર આવ્યું હતું. ઉપરાંત સબજેલ પરિસરમાંથી તેમને ચાર સિમકાર્ડ તેમજ ચાર્જર, બીડી-સિગરેટ તથા ગુટખા તેમજ એક સ્ટીલની ફુટપટ્ટી મળી આવતાં ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે મામલે ફરિયાદ નોંધાવી હતી. સબજેલમાં સજા ભોગવી રહેલાં ગુનાઇત માનસિકતા ધરાવતાં કેદીઓ પૈકીના કોઇએ સબજેલમાં યેનકેન પ્રકારે મોબાઇલ મંગાવી લીધાં બાદ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું મનાઇ રહ્યું છે. ત્યારે ભરૂચ બી ડિવિઝન પોલીસે મામલાની ગંભીરતા પુર્વક તપાસ હાથ ધરી બન્ને મોબાઇલ તેમજ સિમકાર્ડના કોલડિટેઇલ્સ એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે. કોલ ડિટેઇલ્સમાં કોને કોને ફોન કરવામાં આવ્યાં હતાં, કેટલાં દિવસથી મોબાઇલ સબજેલમાં હતો, તે સહિતની પ્રાથમિક વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. જેના આધારે આરોપીની ઓળખ થયાં બાદ તે મોબાઇલ સબજેલમાં કેવી રીતે અને કયાં સંજોગોમાં આવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવશે. સજા ભોગવી રહેલાં ગુનાઇત તત્વો દ્વારા મોબાઇલનો ઉપયોગ ગુનાઇત કૃત્યને અંજામ આપવા કર્યો હોયની શક્યતાઓને નકારી શકાતી નથી.

કોને ફોન થયાં તે આધારે સબજેલના આરોપીને શોધવાનો પ્રયાસ

ભરૂચ સબજેલમાંથી બે મોબાઇલ-ચાર સિમકાર્ડ મળવાનો કેસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો