તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • રખડતાં પશુઓના મુદ્દે કોંગ્રેસનો પાલિકા સત્તાધીશો વિરુદ્ધ દેખાવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રખડતાં પશુઓના મુદ્દે કોંગ્રેસનો પાલિકા સત્તાધીશો વિરુદ્ધ દેખાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેરમાં રખડતા ઢોરોની સમસ્યામાંથી લોકોને મુકિત અપાવવામાં પાલિકા સત્તાધીશો નિષ્ફળ રહયાં હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ગુરૂવારે દેખાવો કર્યાં હતાં. એક સપ્તાહમાં રખડતા ઢોર સામે કાર્યવાહી નહિ થાય તો રેલી કાઢી પાલિકા કચેરીએ ઢોરોને લઇ જવાની ચીમકી કોંગ્રેસે આપી છે.

શહેરના માર્ગો પર સવારથી પશુઓ અડીંગો જમાવી દેતાં હોવાને કારણે અકસ્માત તથા ગંદકીનું પ્રમાણ વધી ગયું છે. શહેરમાંથી રખડતાં ઢોર પકડવામાં આવતાં નહિ હોવાથી સમસ્યા વિકટ બની રહી છે. નગરપાલિકા પાસે ઢોર ડબ્બાની જગ્યા નથી તેના કારણે તેમણે પાંજરાપોળ પર આધાર રાખવો પડે છે. બીજી તરફ પાંજરાપોળ સંચાલકો રખડતાં ઢોરોને રાખતાં નથી. પાલિકાના ભાજપ સત્તાધીશો રખડતાં ઢોરો સામે નિષ્ક્રીય હોવાથી આખું શહેર પાંજરાપોળ બની ગયું હોવાના આક્ષેપ સાથે ગુરૂવારે કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો યોજયાં હતાં.

કોંગ્રેસના કાર્યકરોએ પાલિકા સત્તાધીશો વિરુદ્ધ દેખાવો કર્યા હતા.

ભરૂચ શહેરના મુખ્યમાર્ગો પશુઓના અડિંગાથી લોકો પરેશાન

ઢોર ડબ્બા િવના લાચાર નગર પાલિકા પાંજરાપોળ પર નિર્ભર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો