• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • કનગામમાં પત્નીની હત્યા કરનાર પતિને ગામમાંથી જ ઝડપી પડ્યો

કનગામમાં પત્નીની હત્યા કરનાર પતિને ગામમાંથી જ ઝડપી પડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંબુસર તાલુકામાં આવેલાં કનગામ ગામે રહેતાં એક શખ્સે રસોઇ બનાવવાના મામલે પત્ની સાથે ઝઘડામાં પત્નીની હત્યા કરી હતી. જેને પોલીસે ગામના હરસિદ્ધિ માતાના મંદિરમાંથી ઝડપ્યો હતો.

જંબુસર તાલુકામાં આવેલાં કનગામ ગામે નવીનગર ખાતે રહેતી નર્મદા મેરૂ રાઠોડ તેના ઘરે રસોઇ બનાવી રહી હતી. તે વેળાં તેનો પતિ મેરૂ રયજી રાઠોડ ત્યાં આવી પહોંચતાં રસોઇ બનાવવામાં મોડું થવાના મામલે તેણે નર્મદા સાથે ઝઘડો કર્યો હતો. મામલો ગરમાતાં તેણે નજીકમાંથી લાકડાનો સપાટો લઇ તેના માથામાં ગંભીરરીતે ફટકા મારતાં નર્મદાનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે તેના પુત્ર અર્જુને કાવી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા કરી નાસી છુટેલાં મેરૂને શોધવાની કવાયત હાથ ધરી હતી. પોલીસની અલગ અલગ ટીમોઅે શોધખોળ કરી હતી. દરમિયાન ગામમાં આવેલાં હરસિદ્ધિ માતાના મંદિરમાં સંતાયેલો મેરૂ રાઠોડ પોલીસના હાથે સપડાઇ ગયો હતો. પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...