• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ જિલ્લામાં મેઘરાજાની મહેરના અતિરેકથી જગતનો તાત ચિંતિત બન્યો

ભરૂચ જિલ્લામાં મેઘરાજાની મહેરના અતિરેકથી જગતનો તાત ચિંતિત બન્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ શહેર જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. છેલ્લાં સપ્તાહમાં સતત વરસાદી માહોલ રહ્યો છે. ત્યારે હવે વરસાદના અતિરેકથી ખેડૂતોના માથે ચિંતાની લકીર ઉપસી આવી છે. પંથકમાં હવે સૂરજદાદાના દર્શન થાય અને સારો તડકો પડે તો ખેતીને તેનો ફાયદો મળી શકે તેમ તજજ્ઞો જણાવી રહ્યાં છે.

ભરૂચ શહેર જિલ્લામાં એક સપ્તાહથી સતત વરસાદી વાતાવરણ રહ્યું છે. મેઘરાજા રાત્રીના સમયે અને સવારથી બપોરના સમયે છેલ્લાં ચારેક દિવસથી હેત વરસાવી રહ્યાં છે. જોકે મેઘરાજાની મહેરથી હવે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ રહ્યાં છે. સતત વરસાદી વાતાવરણ રહેવાને કારણે ખેતરોમાંથી પાણીનો નિકાલ થઇ રહ્યો નથી. જેના કારણે બિયારણને તેનું નુકશાન થાય તેવી ભિતી સેવાઇ રહી છે.

હવામાન વિભાગ એક તરફ આગામી સપ્તાહભર ભરૂચ શહેર જિલ્લામાં મેઘરાજાની સવારી યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે ખેડૂતો મેઘરાજાને ખમૈયા કરવા મનાવી રહ્યાં છે. આકાશમાંથી વરસી રહેલા નીર ખેતરોમાં ભરાઇ રહ્યાં છે. ખેતરોમાંથી પાણીના નિકાલની સમસ્યા સર્જાતાં ખેતરોમાં પાણી ભરાઇ રહેવાને કારણે બિયારણ ફેલ થાય તેવી સ્થિતી સર્જાઇ છે.

જિલ્લામાં શનિવારે પણ વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વાલિયામાં 69 એટલે કે અઢી ઇંચ તેમજ ભરૂચમાં 26 મીમી એટલે કે એક ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ જંબુસરમાં 2મીમી નોંધાયો હતો.

વરસાદના આંકડા (શનિવારે 12 કલાકના)

તાલુકો મીમી તાલુકો મીમી
આમોદ 03 અંક્લેશ્વર 12

ભરૂચ 26 હાંસોટ 05

જંબુસર 02 નેત્રંગ 15

વાગરા 07 વાલિયા 69

ઝઘડિયા 17

ભરૂચ શહેરમાં શનિવારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...