તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇનોવા ચોરી કેસમાં કરજણ - કામરેજ ટોલનાકાના CCTV તપાસાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના તુલસીધામ શાકમાર્કેટ પાસે આવેલાં સોમેશ્વર દર્શન ફ્લેટના પાર્કિંગમાંથી ઇનોવા કારની ચોરી કેસમાં ભરૂચ સી ડિવિઝન પોલીસે વાહન ચોર ટોળકીના સગડ મેળવવા માટે કરજણ અને કામરેજ ટોલનાકાના સીસીટીવી કેમેરા તપાસ્યાં હતાં. જોકે તેમાં વાહન ચોર ટોળકી અંગેની કોઇ વિગતો મળી શકી નથી.

ભરૂચના તુલસીધામ શાકમાર્કેટ નજીક આવેલાં સોમેશ્વર દર્શન ફ્લેટમાં રહેતાં ધર્મેન્દ્રસિંહ જશવંતસિંહ યાદવે તેના માલિક મિતેશભાઇની ઇનોવા કાર તેના ફ્લેટના પાર્કિંગમાં પાર્ક કરી હતી. જે રાત્રીના સમયગાળામાં ફોર્ચ્યુનર કારમાં આવેલાં બે ગઠિયાઓ ચોરી કરી ગયાં હતાં. તેમના ફ્લેટના નીચે આવેલી એક દુકાનના સીસીટીવી કેેમેરામાં સમગ્ર ઘટના કંડેરાઇ ગઇ હતી. બનાવ સંદર્ભે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પીએસઆઇ આર. એમ. વસાવાએ ...અનુસંધાન પાના નં.2

તપાસ હાથ ધરી છે. પોલીસની ટીમે કરજણ તેમજ કામરેજ ટોલનાકા પર લગાવવામાં આવેલાં સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસ ચોરાયેલી ઇનોવા કાર કે ચોરી કરવા ગઠિયાઓએ લાવેલી ફોર્ચ્યુનર કારને શોધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બન્ને ટોલનાકાના સીસીટીવી કેમેરામાં તેમના કોઇ સગડ મળ્યાં ન હતાં. તસ્કરો અન્ય અંતરિયાળ માર્ગે ભાગી ગયાં હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ લગાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...