તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં ફોર્ચ્યુનર કારમાં આવેલાં બે ગઠિયાઓ ઇનોવા કાર ચોરી ગયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના તુલસીધામ શાકમાર્કેટ પાસે આવેલાં સોમેશ્વર દર્શન ફ્લેટના પાર્કિંગમાંથી રાત્રીના સમયે ઇનોવા કારની ચોરી થઇ હતી. ફ્લેટના નીચે આવેલી એક દુકાનના સીસીટીવી કેમેરાના ફુટેજમાં એક ફોર્ચ્યુનર કારમાં આવેલાં બે ગઠિયાઓ ઇનોવા કારનું લોક તોડી ચોરી ભાગવાનો કારસો કંડેરાઇ ગયો હતો. બનાવને પગલે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચના તુલસીધામ શાકમાર્કેટ પાસે આવેલાં સોમેશ્વર દર્શન ફ્લેટમાં રહેતાં ...અનુસંધાન પાના નં.2

અંક્લેશ્વરમાં પણ મહિના પહેલાં કાર ચોરાઇ
અંક્લેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલાં સ્વામિનારાયણ બંગ્લોઝ ખાતે રહેતાં દિપક ભટનાગરના ઘર પાસેથી પણ એક મહિના પહેલાં ઇનોવા કારની ચોરી થઇ હતી. જેમાં તેમના સામેના મકાનના સીસીટીવી કેમેરાના ફુટેજમાં પણ એક ફોર્ચ્યુનર કારમાં આવેલાં ગઠિયાઓ કાર ચોરી કરી ગયાંનું માલુમ પડ્યું હતું. બન્ને ઘટનાઓમાં એક જ મોડસ ઓપરેન્ડીથી ચોરી થઇ હોઇ ચોક્કસ ટોળકી ભરૂચમાં સક્રિય થઇ હોવાનું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...