તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત-પાક સરહદે તણાવ વધતાં ભરૂચનો દરિયાકાંઠો QRTના હવાલે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારત અને પાકિસ્તાન સરહદે વધી રહેલા તણાવને પગલે ભરૂચ જિલ્લાને હાઇ એલર્ટ કરી દેવાયો છે. જિલ્લામાંથી પસાર થતાં 127 કીમીના દરિયાઇ વિસ્તારમાં કવીક રીસપોન્સ ટીમ અને બોંબ ડીસ્પોઝલ ટીમોને કાર્યરત કરી દેવામાં આવી છે. આલીયાબેટથી ભાડભુત અને ભાડભુતથી કાવી સુધીના વિસ્તારમાં બોટથી પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. સાત પોલીસ સ્ટેશનોમાં ફીશરમેન વોચ ગૃપને સક્રિય કરી દરીયામાં થતી કોઇ પણ હિલચાલ પર નજર રાખવા સુચના આપવામાં આવી છે. અંકલેશ્વરમાં જોખમી કેમિકલનો સંગ્રહ તથા ઉત્પાદન કરતાં ઉદ્યોગોની સુરક્ષા વધારવામાં આવી છે. આવી કંપનીઓને દિવાલોની આસપાસ તથા વોચટાવરો પર સઘન સુરક્ષા ગોઠવવા જણાવી દેવાયું છે.

પાકિસ્તાન સાથે વધેલા તણાવ બાદ ભરૂચમાં હાઇ એલર્ટ છે. જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓની રજાઓ કેન્સલ કરી દેવાઈ છે. જિલ્લાની ક્યુઆરટી, એલસીબી, એસઓજી, બીડીએસ તથા તમામ થાણાઓને સતર્ક કરીને વધારાના વાહનો ભાડે કરીને વાહન ચેકીંગ, હોટલ ચેકીંગ તથા પેટ્રોલિંગ સઘન બનાવી દેવાયું છે. દરિયાઈ વિસ્તારો અને ઔદ્યોગિક એકમો તથા જેટીઓના તમામ સિક્યુરીટી હેડ સાથે પોલીસ બેઠકો યોજી રહી છે.જયારે રાજ્યના સૌથી મોટા માનવરહિત આલિયાબેટમાં સઘન પેટ્રોલિંગ ચાલુ કરાવી દેવાયું છે. ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો