સમનીમાં બાઈક ચોરનાર ઈસમ બાઈક સાથે ગરબાડાથી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમોદ તાલુકાનાં સમની ગામમાંથી 17 ફેબ્રુઆરીના રોજ એક બાઈક ચોરી થયેલી હતી.જે અંગે ફરિયાદીએ આમોદ પોલીસ મથકમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.તે સમયે આમોદ પોલીસે ફરિયાદના આધારે બાઈક ચોરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.પરંતુ બાઈક ચોર ભાગી જવામાં સફળ રહ્યો હતો. ત્યારે ગરબાડાના પાંચવાડા ગામના પોલીસ મથક વિસ્તારની હદમાં પોલીસકર્મીઓ વાહન ચેકીંગ અને પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક બાઈક ચાલક લઈને આવતા તેને રોકીને નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ શૈલેષ હિમસીંગ મંડાર,રહે,લીમખેડા, જિલ્લો.દાહોદનું જણાવ્યું હતું. પોલીસને ગાડીના જરૂરી કાગળો માંગતા તેની પાસે મળી નહીં આવતા તેની કડક રીતે પુછપરછ કરતા તે ગભરાઈ જતાં તેની પાસેની બાઈક તેણે આમોદ તાલુકાના સમની ગામેથી સાત મહિના પહેલા ઉઠાંતરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આમોદ પોલીસને જાણ કરી હતી.તેના આધારે આમોદ પોલીસે ગરબાડા પોલીસ પાસેથી બાઇક ચોરની ટ્રાન્સફર વોરેન્ટથી લાવીને તેણે નગરમાંથી અન્ય ક્યાંથી ચોરી કરી છે કે નહીં તે બાબતે પી.એસ.આઇ એમ.આર.શકુરિયા વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...