નર્મદા જિલ્લામાં કોઈ સ્થળે ગ્રાઉન્ડમાં ગરબા નથી થતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માં આધ્યશક્તિનાં પર્વ નવરાત્રિ મહોત્સવનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. બંને જિલ્લામાં ખેલૈયાઓ નવરાત્રિ માટે તૈયાર તો થઈ ગયા છે. પરંતુ હજી પણ વરસાદ સતત વરસી રહ્યો હોવાથી આયોજકો સાથે ખેલૈયાઓ પણ ચિંતિત છે. ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણીના પગલે કિચડનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

ભરૂચ - નર્મદા જિલ્લામાં પાર્ટી પ્લોટ અને શેરી ગરબામાં રમઝટ બોલાવવા લોકોએ તૈયારી કરી લીધી છે. ભરૂચનાં શહેરી વિસ્તારોમાં ગરબા આયોજકો દ્વારા કરવામાં આવેલી તૈયારીમાં વરસાદ વિધ્ન બની રહ્યો છે. સ્ટેજ તો તૈયાર છે પણ ખેલૈયાઓ માટે મેદાનમાં કિચડનું સામ્રાજ્ય રહેતાં આયોજકો અને ખેલૈયાઓ બંનેના લમણે ચિંતાની લકીરો જોવા મળી રહી છે. રાજપીપળામાં દરબાર રોડ, દોલતબજાર, રાજેન્દ્રનગર સોસાયટી, કાછીયાવાડ, મોતીબાગ, વિશ્વ કર્મા મંદિર, કરજણ કોલોની, હાઉસિંગ બોર્ડ, ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

રાજપીપળામાં તમામ સ્થળોએ ગરબા ફ્રી
રજવાડી નગરી રાજપીપળામાં કોઈ મોટા ગ્રુપ દ્વારા ગરબા ગ્રાઉન્ડમાં પાસ સિસ્ટમથી ગરબા થતા નથી. તમામ સ્થળોએ ઓપન ગરબા યોજાય છે. મુખ્ય માર્ગો પર ગરબા થતાં હોવાથી શેરી ગરબાની પણ રમઝટ ખૂબ જામતી હોય છે. રાજપીપલાના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા NRI અસિત બક્ષી દ્વારા શેરી ગરબાને જીવંત રાખવા અને માતાજીના ઓરીજનલ ગરબાને પ્રાધાન્ય આપી કોઈપણ ફી વગર શેરી ગરબાનું ભવ્ય આયોજન થાય છે. જેમાં વિજેતા ગ્રૂપને 10 હજારનું રોકડ પુરસ્કાર, ભાગ લેનાર તમામ મહિલાઓને 500 થી વધુનો વ્યક્તિગત પુરસ્કાર સહિતના ઇનામો પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...