તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલેજની કંપનીમાં બગાસમાં આગ લાગતાં દોડધામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ તાલુકામાં આવેલાં પાલેજ ગામે જીઆઇડીસી વિસ્તારમાંની જ્યુપીટર ઇન્ડસ્ટ્રીઝ ખાતે બગાસમાં આજે ગુરૂવારે બપોરના સમયે આગ ભભુકી ઉઠી હતી. આગ લાગવાની ઘટના અંગેની જાણ થતાં જ જીએનએફસી કંપની તેમજ એનટીપીસી કંપનીના લાશ્કરો તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. બીજી તરફ ભરૂચ નગરપાલિકાના લાશ્કરો પણ લાઇબંબો લઇને ધસી આવ્યાં હતાં. ત્રણેય લાઇબંબાથી અંદાજે પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.

ભરૂચ તાલુકામાં આવેલાં પાલેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી જ્યુપીટર કંપનીમાં આજે ગુરૂવારે બપોરના 12.30 કલાકના અરસામાં બગાસમાં કોઇ રીતે અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કરી લેતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાને પગલે હાજર લોકોએ ભરૂચ નગરપાલિકા તેમજ જીએનએફસી અને એનટીપીસી કંપનીના લાશ્કરોને જાણ કરતાં ત્રણેય સ્થળેથી લાશ્કરો લાઇબંબો લઇને તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. લાશ્કરોએ સતત 5 કલાક સુધી આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનશીબે ઘટનામાં કોઇને જાનહાની થઇ ન હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...