તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં ઓફિસ ધરાવતાં બે ગઠિયાઓએઆણંદના શખ્સોના વાહનો જ ગુમ કરી દીધાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભરૂચના શેરપુરા વિસ્તારમાં આવેલાં અલ-ફલક કોમ્પ્લેક્ષમાં દુકાન રાખી બે ગઠિયાઓએ આણંદના શખ્સોને સારૂં ભાડું ચુકવવાની લાલચ આપી તેમના વાહનો લઇ આવ્યાં હતાં. જે બાદ ગઠિયાઓ વાહનો સાથે જ ગુમ થઇ જતાં આણંદના શખ્સોએ બી ડિવિઝન પોલીસ મથકે 20 લાખના વાહનોની ઠગાઇનો ગુનો નોંધાવ્યો હતો.

આણંદના તારાપુર તાલુકાના ચીતરવાડા ખાતે રહેતાં નિર્મલસિંહ રણજિતસિંહ ગોહિલને ચારેક મહિના પહેલાં તેમના ગામની બાજુમાં આવેલાં દુગારી ગામે રહેતાં તેમના મિત્ર ગોપાલ ભરવાડ સાથે મુલાકાત થઇ હતી. દરમિયાનમાં તેમણે ભરૂચમાં રહેતાં ભરત યોગેન્દ્ર ભારથી નામનો શખ્સ બોલેરો, ટ્રેક્ટર, આઇસર ટેમ્પો સહિતના વાહનો ભાડેથી રાખી સારા રૂપિયા ચુકવે છે. જેથી તેમણે ભરત ભારથીનો સંપર્ક કરતાં તેણે 11 મહિનાના કરાર પર તેમની બોલેરો ભાડેથી લેવાનું નક્કી કર્યું હતું. તેણે બોલેરો લઇ ગયાં બાદ તેના બદલામાં એક મહિનાનું એડવાન્સ ભાડું 20,500 રૂપિયા ચુકવ્યાં હતાં. જે બાદ વિશ્વાસ બેસતાં નિર્મલસિંહના ભાણેજ શક્તિસિંહ જાડેજા(રહે. જામનગર)નો ટેમ્પો, તેમજ ગામમાં સગા સંબંધીઓ તેમજ પરિચીતોના વાહનો મળી 3 ટ્રેક્ટર, 1 બોલેરો તેમજ એક આયશર ટેમ્પો આપ્યો હતો. બાદમાં તે વાહનો લઇને ઓફિસ બંધ કરીને રફૂચક્કર થઇ ગયો હોવાનું માલુમ પડતાં તેમણે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

સારૂ ભાડુ આપવાના બહાને ગઠિયાઓ વાહનો લઇ આવ્યાં હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો