તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં કસકથી લઇને મંગલેશ્વર સુધીમાં 1.50 લાખ લોકોને અસર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચના કસક સર્કલથી ઝાડેશ્વર તેમજ મંગલેશ્વર સુધીના વિસ્તારમાં આજે રવિવાર વીજ કાપથી 1.50 લાખથી વધુ લોકોને અસર પડી હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મક્તમપુરના જેટકલો કંપનીના 132 કેવી સબ સ્ટેશનમાં મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવતાં શટડાઉન રાખવામાં આવ્યું હતું.

ભરૂચના મક્તમપુર ખાતે આવેલાં વીજ કંપનીના 132 કેવી સબ સ્ટેશનમાં મેઇન્ટેનન્સ માટે આજે રવિવારે વીજ કંપની દ્વારા શટડાઉન લેવામાં આવ્યુ હતું. જેના પગલે ભરૂચના કસક વિસ્તારથી ઝાડેશ્વર તેમજ નર્મદા ચોકડી તેમજ મંગલેશ્વર ગામ સુધીના વિસ્તારમાં આજે રવિવારે સવારના 8 કલાકથી સાંજના 6 કલાક સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. લગભગ 10 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેવાને કારણે વિસ્તારમાં આવેલી સોસાયટીઓ, કોમ્પેલેક્ષ, અપાર્ટમેન્ટના 1.50 લાખથી વધુ લોકોને વીજ વિક્ષેપનો સામનો કરવો પડ્યો હતો. વીજ પુરવઠો નહીં હોવાને પરિણામે લોકોને ...અનુસંધાન પાના નં.2

બપોરના સમયે ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો.

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા 132 કેવી સબ સ્ટેશનમાં દર વર્ષની જેમ મેઇન્ટેનન્સ માટે શટડાઉન લેવામાં આવ્યું હતું. જેની સાથે સાથે વીજ કંપની દ્વારા તેના સંલગ્ન અન્ય ફિડરો જેમ કે કસક, જીઆઇડીસી -1, જીઆઇડીસી-2, મક્તમપુર, શુક્લતીર્થ તેમજ મંગ્લેશ્વર સહિતના ફિડરનું પણ રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરાંત 50થી વધુ કર્મચારીઓની ટીમ દ્વારા વીજ લાઇનો પર કન્ડક્ટર રિપ્લેસમેન્ટ, ઝમ્પરિંગ, ટ્રી કટીંગ તેમજ વિવિધ વિસ્તારમાં ગડર સમસ્યાઓ હોય તો તેનું પણ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ઉપરાંત ઝાડેશ્વર નવા વાયરો નાંખવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે વિવિધ વિસ્તારોના અંડરગ્રાઉડ વાયરોને ચાર્જ પણ કરવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો